Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાપરમાંથી બે મહિલા સહિત પાંચ જુગાર રમતા ઝડપાયાઃ બેડીમાંથી વર્લીબાજ ઝબ્બેઃ
જામનગર તા. ૨૬: લાલપુરના સણોસરી ગામમાં એક ખેતરમાં આવેલી ઓરડીમાં ગઈરાત્રે જામેલી જુગારની મહેફિલ પર એલસીબીએ દરોડો પાડી આઠ શખ્સ તથા બે મહિલાને ગંજીપાનાથી જુગાર રમતા પકડી પાડ્યા હતા. સ્થળ પરથી રોકડ, મોબાઈલ, બાઈક, મોટર મળી કુલ રૂપિયા સાડા નવ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. શાપર ગામમાંથી ત્રણ શખ્સ અને બે મહિલા તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા. બેડીમાંથી વર્લીબાજ મળી આવ્યો હતો.
લાલ૫ુર તાલુકાના સણોસરી ગામમાં એક ખેતરમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી રાત્રે ત્રણેક વાગ્યે સણોસરી ગામમાં કિશનભાઈ મેરામણભાઈ વસરા ઉર્ફે કેશુરના ખેતરમાં એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો.
તે ખેતર સ્થિત ઓરડીમાં કિશનભાઈએ નાલ આપી ગંજીપાના વડે જુગાર રમી રહેલા નિદ્રેશ એભાભાઈ ગાગલીયા, દિવ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા, ભરત કેશુરભાઈ ડાંગર, નગાભાઈ જગુભાઈ કરમુર, શ્યામ ભરતભાઈ ભોજક, મુકેશ રમેશભાઈ વાજા, દેશુર લક્ષ્મણભાઈ મેન તથા પ્રેમીલાબેન વસંતભાઈ ગોરી, પૂનમબેન વિનોદભાઈ મંગે નામના નવ વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૂ. ૭૯૬૦૦ રોકડા, દસ મોબાઈલ, એક બાઈક, ટીયુવી મોટર મળી કુલ રૂ. ૯,૬૦,૧૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. દસેય સામે લાલપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધાવાયો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર શાપર ગામમાં આંગણવાડી પાસે ગઈકાલે બપોરે તીનપત્તી રમતા ગૌતમ પેથાભાઈ ભાંંભી, ભગવાનજી પરબતભાઈ રાઠોડ ઉર્ફે ભગાભાઈ, નયન મેઘજીભાઈ ભાંભી, મંજુબેન ભગવાનજી રાઠોડ, વિજયાબેન ગૌતમભાઈ ભાંભી નામના પાંચ વ્યક્તિને સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે પકડી લીધા હતા. પટમાંથી રૂ. ૧૭૦૦ રોકડા કબજે કરાયા છે.
જામનગરના બેડીમાં ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતા જુમા અબ્દુલ દલ નામના શખ્સને બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે પકડી લઈ વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રોકડ કબજે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial