Advertisement
Author: નોબત સમાચાર

બેડેશ્વરથી ગુલાબનગર સુધી હાથ ધરવામાં આવ્યું વીજ ચેકીંગ

રૂ. ૨૬.૩૫ લાખની ઝડપાઈ વીજચોરીઃ

જામનગર તા. ૨૬: જામનગરના બેડેશ્વરથી ગુલાબ નગરના રામવાડી સુધીના વિસ્તારમાં ગઈકાલે વીજ ટૂકડીઓએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં રૂ. ૨૬ લાખ ૩૫ હજારની વીજચોરી ઝડપાઈ જવા પામી હતી.

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા શરૂ કરવામાં આવેલા વીજ ચેકીંગ અંતર્ગત ગઈકાલે ત્રીજા દિવસે સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની બાવીસ ટૂકડીએ શહેરના બેડેશ્વર, ધરારનગર, રામેશ્વરનગર, માટેલ ચોક, અંંબાજીનો ચોક, રામવાડી, બચુનગર વિસ્તારમાં ચેકીંગ કર્યું હતું.

આ ટૂકડીઓએ ઉપરોક્ત વિસ્તારમાં ૨૭૧ વીજજોડાણ ચકાસ્યા હતા. તેમાંથી ૪૪ જોડાણમાં ગેરરીતિ મળી આવતા તેના ધારકોને રૂ. ૨૬ લાખ ૩૫ હજારના બીલ ફટકારવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh