Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોર્પોરેટર ડિમ્પલબેન રાવલનું આઠ વર્ષિય અભિયાનઃ
જામનગર તા. ર૬: કોર્પોરેટર ડિમ્મલબેન રાવલ દ્વારા આઠ વર્ષથી ચાલતા અભિયાન હેઠળ જામનગરની બહેનો રક્ષાબંધન પર્વે સરહદ પર તૈનાત જવાનોને રાખડી મોકલશે. આ દેશભક્તિના કાર્યમાં જોડાવા મહિલા સંસ્થાઓને અપીલ કરવામાં આવી છે.
ટાઢ, તાપ કે વરસાદ જોયા વગર અને માઈનસ ડીગ્રી તાપમાનમાં પણ દેશની રક્ષા કરતા જવાનો ચોવીસ કલાક અને ત્રણસો પાંસઠ દિવસ સરહદ પર તૈનાત રહે છે, ત્યારે દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 'એક રાખી ફોજી કે નામ' અભિયાન અંતર્ગત દેશના સૈનિકોને તેમજ જામનગરમાં ફરજ બજાવતા સૈનિકોને રાખડી મોકલવાનું કાર્ય હાથ ધરવામાં આવે છે.
જામનગર ભાજપના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા શહેરની મહિલા તેમજ સામાજિક સંસ્થાઓને સાથે રાખીને જામનગરથી રાખડી ભેગી કરી સરહદ પરના જવાનોને મોકલવામાં આવે છે, જેમાં જામનગરની મહિલા સંસ્થાઓ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, ભારત તિબ્બત સંઘ જામનગર, ડીલાઈટ ક્લબ, સખી ક્લબ, ઓમ ટ્રેનિંગ સેન્ટર, બ્રહ્મસમાજ અને ભાજપ મહિલા મોરચા વિભાગ વિગેરે જોડાઈને રાખડીઓ મોકલે છે. આ વર્ષે પણ આગામી રક્ષાબંધન પૂર્વે જામનગરથી જવાનોને રાખડી મોકલવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જામનગરમાં છેલ્લા આઠ વર્ષથી મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા આ અભિયાન શરૂ કરી જામનગરથી રાખડીઓ સરહદ પર જવાનોને અને જામનગરમાં જવાનોને મોકલવામાં આવે છે. મહિલા કોર્પોરેટર ડિમ્લબેન રાવલ દ્વારા જામનગરની બહેનોને તેમજ મહિલા સંસ્થાઓને આ દેશભક્તિના અભિયાનમાં જોડાઈ સરહદ પરના જવાનો માટે રાખડી મોકલવા અનુરોધ કરાયો છે.
આ માટે બહેનોએ સાવ સિમ્પલ અને વજનમાં હળવી (દા.ત. ગલગોટા) રાખડી તેમજ સેનિકોને સંબોધી હિન્દી ભાષામાં પત્ર એક કવરમાં મૂકી કવર સીલબંધ કરી તા. ૮-૮-ર૦ર૪ સુધીમાં મોકલવાનો રહેશે. કવર ઉપર ટપાલ ટિકિટ કે રોકડ મોકલવાની નથી. રાખડી મોકલવા માટે સંપર્ક ડિમ્લબેન રાવલ, ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ સામે, 'નોબત' કાર્યાલય પાસે, પંચેશ્વર ટાવર રોડ, જામનગર તેમજ બુકસેલર સી.વી. ઠાકર જી.ડી. શાહ સ્કૂલ, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ નજીકના સરનામે સાંજે પ થી ૭ વાગ્યા દરમિયાન રાખડી પહોંચાડી આ કાર્યમાં વધુમાં વધુ સંખ્યામાં બહેનોને જોડાવવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial