Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના પ્રભુજી પીપળીયા ગામમાં અકળ કારણથી યુવાને ખાધો ગળાફાંસો

આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસઃ

જામનગર તા. ૨૬: કાલાવડના પ્રભુજી પીપળીયા ગામમાં રહેતા એક યુવાને અકળ કારણથી ગઈકાલે પોતાના ઘરમાં સાડી વડે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે તેમના પિતાનું નિવેદન નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી છે.

કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા વિશાલભાઈ પ્રવીણભાઈ સોલંકી (ઉ.૨૪) નામના યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરના એક ઓરડામાં આવેલા પંખામાં સાડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની સવારે દસેક વાગ્યે તેમના પરિવારને જાણ થઈ હતી. વિશાલભાઈને નીચે ઉતારી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા પ્રવીણભાઈ નાથાભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્યના જમાદાર એસ.એસ. જાડેજાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh