Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બસપાના નગરસેવક દ્વારા કમિશ્નરને આવેદનઃ
જામનગર તા. ર૬: જામનગરના વોર્ડ નંબર ૬માં છેલ્લા દોઢ વર્ષથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે જેના કારણે રોડ તોડવામાં આવે છે.
આથી બાલાજી પાર્ક, બેડી બંદર રોડ, તથા આવાસ માર્ગ માટેના મુખ્ય માર્ગો ઉપર વારંવાર અકસ્માતો થાય છે. કોન્ટ્રાકટર આવા રસ્તા ઉપર માટી નાખી આપે છે. પરિણામે ગારા-કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે.
વર્ષથી ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરી દરમ્યાન એક ઈંચનું પણ રોડમાં સમારકામ-મરામત કરવામાં આવી નથી. આ સમસ્યાને વાચા આપવા માટે આજે બસપાના કોર્પોરેટર કૂરકાન શેખની આગેવાનીમાં મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial