Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના ત્રણ મૃતકોની અંતિમયાત્રા પહેલાં જ તેના પરિવારોને કુલ બાર લાખની સહાય ચૂકવાઈ

જર્જરિત મકાન ધરાશાયી થતાં જીવ ગુમાવનાર

ખંભાળીયા તા. ર૬: ખંભાળીયામાં જર્જરિત મકાન પડતા મૃત્યુ પામેલા ત્રણ મૃતકોને અંતિમયાત્રાના ર૪ કલાક પહેલાં જ કુલ ૧ર લાખની સહાય ચૂકવાઈ હતી.

તાજેતરમાં ખંભાળીયામાં રાજડા રોડ પર જર્જરિત મકાન ધરાશાયી થતાં સતવારા પરિવારના કેશરબેન કણઝારીયા, પ્રીતિબેન કણઝારિયા તથા પાયલબેન કણઝારીયાના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં. રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિથી થયેલા માનવ મૃત્યુના કિસ્સામાં વ્યક્તિદીઠ ચાર લાખની સહાય ચુકવાતી હોય જિલ્લા તંત્ર દ્વારકા દ્વારા મૃતકોની અંતિમયાત્રાના ર૪ કલાક પહેલા તેમના વારસદારોના બેંક ખાતામાં સહાયની ૧ર લાખ રકમ જમા કરાવાઈ હતી. આ માટે ભાજપ તથા પદાધિકારીઓએ પણ જહેમત ઉઠાવી હતી.

દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા તથા મામલતદાર વિક્રમ વરૂ દ્વારા ઝડપી કાર્યવાહી થઈ હતી તથા સતવારા સમાજના આગેવાનો જિલ્લા ભાજપ મહામંત્રી રસીકભાઈ નકુમ તથા જીજ્ઞેશભાઈ પરમાર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તથા મૃતકોના પરિવાર સાથે સંકલન કરીને તમામ કાગળોની પ્રક્રિયા પૂર્ણ કરીને પહોંચાડતા ગઈકાલે મૃતકોની અંતિમયાત્રાના ર૪ કલાક પહેલા તેમના વારસોના બેંક ખાતામાં સહાયના ૧ર લાખ જમા થયા હતાં.

જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, મામલતદાર વિક્રમ વરૂ, અગ્રણીઓ રસીકભાઈ નકુમ, જીતેન્દ્રભાઈ કણઝારીયા, મોહિતભાઈ મોટાણી, જીજ્ઞેશભાઈ પરમાર વિગેરે દ્વારા મૃતકોના પરિવારને સહાયપત્ર પણ આપવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh