Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે વરસાદ થકી ઉભી થયેલી વિકટ સ્થિતિમાં
ખંભાળીયા તા. ર૬: ભારે વરસાદની સ્થિતિને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર રાહત બચાવ અને પુનઃ સ્થાપન માટે સતત કાર્યરત રહ્યું છે. જિલ્લામાં કુલ પ૯ લોકોનું રેસ્કયુ, ૩૦૦ કરતા વધારે લોકો સ્થળાંતરીત કરાયા છે અને ૧૧ હજારથી વધુ ફૂડપેકેટનું વિતરણ કરાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદની પરિસ્થિતિને પગલે વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ અને પુનઃ સ્થાપનની કામગીરીની સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વિવિધ સ્થળોએથી કુલ પ૯ લોકોનું પોલીસ, ફાયર અને એનડીઆરએફ તેમજ સ્થાનિક વહીવટી તંત્રની ટીમોના સહયોગથી રેસ્ક્યુ કરાયું હતું. વરસાદને પગલે આગમચેતીના પગલારૂપે નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ ૩૦૩ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વધુમાં વિવિધ જગ્યાઓએ પાણી ભરાઈ જતાં લોકોને મદદ પહોંચાડવા માટે ૧૧ હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ સંબંધિત સ્થળોએ કરવામાં આવ્યું હતું.
અસરગ્રસ્તોને સમયસર સહાય મળે તે હેતુથી ભારે વરસાદથી કાચા તેમજ પાકા મકાનોને થયેલા નુકસાનનો સર્વે કરવાની કામગીરી તત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત પ્રાપ્ત વિગત અનુસાર ૦૪ કાચા મકાનો અને ૦૭ પાકા મકાનોને અંશતઃ નુકસાન અને ૦પ પાકા મકાનો પડી ગયેલ છે. વધુમાં ૦૪ સરકારી મકાનોને નુકસાન થયેલ છે. ભારે વરસાદને પગલે ૦૪ માનવ મૃત્યુ તેમજ ર૩ પશુના મૃત્યુ થયેલ છે, જેથી સહાય ચૂકવણીની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે.
કલ્યાણપુર તાલુકાના દેવળિયાથી ચાચલાણા હર્ષદ તરફ જતાં રસ્તાના પુલને પણ નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ૯૪૩ જેટલા વીજપોલ પડી ગયેલ છે, જેને રીસ્ટોર કરીને વીજપુરવઠો પૂર્વરત કરવા માટેની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. વરસાદની સ્થિતિને પગલે નાગરિકોની સલામતી માટે ૧૪ જેટલા રસ્તાઓ પર અવરજવર બંધ કરવામાં આવી હતી. તેમજ એસટીના બે રૂટ મુસાફરોની સલામતીને ધ્યાને લઈ બંધ રાખવામાં આવ્યા હતાં. વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી દૂર કરવાની, કલોરીનેશન, દવા છંટકાવ તેમજ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાની સિંચાઈ યોજનાની સ્થિતિ જોઈએ તો તમામ ૧૪ ડેમો ઓવરફલો થઈ રહેલ છે. વરસાદની પરિસ્થિતિના પગલે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા લોકોને ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવા, સ્વચ્છતા જાળવવા તેમજ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial