Advertisement
Author: નોબત સમાચાર

બેટ દ્વારકા પાસે રતન તળાવમાં ડૂબી જવાથી બાલાપરના યુવાનનું થયું મૃત્યુ

આરંભડા પાસે ટ્રેન હેઠળ યુવક ચગદાઈ ગયાઃ

જામનગર તા. ૨૬: ઓખા મંડળના બેટ દ્વારકામાં બાલાપર પાસે રહેતા એક યુવાન રતન તળાવમાં બુધવારે કોઈ રીતે ડૂબ્યા પછી તેમનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો છે. જ્યારે આરંભડા પાસે રેલવે ફાટક પર એક યુવાન ટ્રેન હેઠળ ચગદાઈ ગયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા બેટ દ્વારકામાં બાલાપર સ્થિત હુસેની ચોકમાં રહેતા આલીફ જુનસભાઈ જુલેજા નામના યુવાન બુધવારે સાંજે કોઈ રીતે રતન તળાવમાં ડૂબ્યા હતા.

આ યુવાનને બહાર કાઢવા માટે શરૂ કરાયેલી તજવીજ પછી મોડીરાત્રે તેમનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. બેટ દ્વારકા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેના પિતા જુનસભાઈ લતીફભાઈનું નિવેદન નોંધ્યું છે.

ઓખામંડળના આરંભડામાં ગાયત્રીનગર પાસે રહેતા કરશનભા રાજાભા સુમણીયા (ઉ.વ.૪૫) નામના યુવાન બુધવારે સવારે આરંભડા નજીક આવેલા રેલવે ફાટક પર પહોંચ્યા પછી કોઈ રીતે ટ્રેન હેઠળ ચગદાઈ ગયા છે. આ યુવાનના સંબંધી આશાભા ખેતાભા સુમણીયાનું પોલીસે નિવેદન નોંધ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh