Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફૂડશાખાએ ચેકીંગ દરમિયાન કેટલાક સ્થળે પાણીપૂરી-શેરડીના રસનું વેંચાણ કરાવ્યું બંધ

જામનગર તા. ર૬: જામનગરમાં કોલેરાના રોગચાળા અન્વયે મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ગોલા, પાણીપૂરી, શેરડીનો રસ, અને બરફના વેંચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં નિયમનો ભંગ જોવા મળતા ફૂડ શાખા દ્વારા ચેકીંગ દરમિયાન કેટલાક ધંધાકીય સ્થળો બંધ કરાવાયા હતાં તો અમુક સ્થળેથી અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો અને સ્વચ્છતા અને હાઈજૈનિક કન્ડીશન જાળવવા સૂચના આપી હતી. શેરડીના ૯ ધંધાર્થીને બીજો આદેશ ન થાય ત્યાં સુધી વેંચાણ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ૧પ પાણીપૂરીવાળાને પણ વેંચાણ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ૭૮ લીટર પાણીપુરીના પાણીનો અને ૧પ કિલો પાણીપૂરીનો માવાનો તથા ૧૯૩ કિલો બફરનો નાશ કર્યો હતો ત્બરાથા પાંચકિલો અખાદ્ય મન્ચ્યુરીયનનો નાશ કરાયો હતો.

શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ પ૦ ધંધાર્થીઓને ત્યાંથી ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કરાયું હતું. તમામ ધંધાર્થીઓને ક્લોરીનેશન જાળવવા, સાફસફાઈ અને સ્વચ્છતા જાળવવા, હાઈ જૈનિક કન્ડીશન જાળવવાની પણ સૂચના આપવામાં આવી હતી. તેમજ ક્લોરીનની ૪૦૦ ગોળીનું વિતરણ પણ કરાયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh