Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંડીવેલ તણાઈને સલાયા પહોંચીઃ કેનેડી બ્રીજનો ડાયવર્ઝન ધોવાતા પાંચ કિમીનો ફેરો
ખંભાળીયા તા. ૨૬: ખંભાળીયાનો ઘી ડેમ દોઢ ફૂટે ઓવરફ્લો થતાં ઘી નદીમાં પૂર આવ્યું હતું. ડાયવર્ઝન બંધ થવાથી લોકોને પાંચ કિમી સુધી ફેરો કરવો પડે છે.
તાજેતરમાં ખંભાળીયા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઘી ડેમ છલકાયો હતો. એક તબક્કે ડેમ દોઢ ફૂટે ઓવરફ્લો થતાં ડેમના હેઠવાસમાં ખામનાથ તથા રામનાથ પાસે આવેલી ઘી નદીમાં પૂર આવતા તેના ચેકડેમ ઉપરથી પાણી છલકાતા નયન રમ્ય દૃશ્યો સર્જાયા હતાં.
ખંભાળીયાની ઘી નદી કે જે સંપૂર્ણ ગાંડી વેલથી છવાયેલી હતી તથા તાજેતરમાં વેલ સુકાતા કોઈએ આગ પણ લગાવી હતી. ઉપરવાસ ભારે પૂરથી વરસાદ સાથે ઘી નદીમાંથી ગાંડી વેલ તણાઈ હતી તથા નદી સાફ કરીને આ ગાંડી વેલ પૂરના પાણીમાં વહેતા સલાયા સુધી પહોંચી હતી અને ઓવરફલોના નયન રમ્ય દૃશ્ય જોવા લોકો ઉમટ્યા હતાં.
ખામનાથ પાસે ૧૨૦ વર્ષ જુનો કેનેડી બ્રીજ જર્જરીત થવાથી બંધ હોય પાલિકા દ્વારા ખામનાથ પાસે ઘી નદીમાં ડાયવર્ઝન કરાયો હતો પણ ઘી નદી છલકાતા આ રસ્તો ધોવાઈ ગયો હતો તથા ૪ થી ૫ ફૂટ પાણી ફરી વળતા રસ્તા પરથી રામનગર, ભાણવડ તથા પોરબંદર જતા આ રસ્તાના ગામાં જઈ શકાતું તે રસ્તો બંધ થવાથી લોકોને પાંચ કિમી ફરીને જવું પડે તેવું થતાં ભારે રોષ ફેલાયો છે. તથા પૂલ જે ૨૫ કરોડ મંજુર થયા છે તેનું કામ ચાલુ પણ થયું નથી જેથી ભારે ટીકા પણ થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial