Advertisement
Author: નોબત સમાચાર

સબ રજિસ્ટ્રારની કચેરીમાં ઘૂસી બે શખ્સની ધમાલઃ ફરજમાં કરી રૂકાવટ

બનાવટી દસ્તાવેજ તથા રેકર્ડમાં ચેડાની ફરિયાદ કરાતા

જામનગર તા. ૨૬: જામનગરના જિલ્લા સેવા સદનમાં કાર્યરત સબ રજીસ્ટ્રાર કચેરીમાં ગઈકાલે ઘૂસી આવેલા બે શખ્સે ત્યાં હાજર અધિકારી સાથે બોલાચાલી કર્યા પછી ફરજમાં રૂકાવટ કરતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આ અધિકારીએ એક શખ્સ સામે દસ્તાવેજમાં ચેડા કરવા અંગે કરેલી ફરિયાદના પગલે તેમને આ બે શખ્સે ધમકાવ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા જિલ્લા સેવા સદનના ગ્રાઉન્ડ ફ્લોરમાં બેસતી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ગઈકાલે મૂળ જુનાગઢના વતની અને હાલમાં વાલકેશ્વરીનગરી સ્થિત રાધે રેસીડેન્સીમાં રહેતા સબ રજીસ્ટ્રાર હર્ષ દિલીપભાઈ પરમાર ફરજ પર હતા.

આ વેળાએ અશોક પરમાર તથા નરશીભાઈ ચાવડા નામના બે શખ્સ ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. સબ રજીસ્ટ્રારે પોતાની ફરજના ભાગરૂપે અશોક પરમારના સગા તથા નરશીભાઈ ચાવડાના પુત્ર ભાવીન ચાવડા સામે તાજેતરમાં સરકારી રેકર્ડમાં ચેડા કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. તે બાબતે અશોક તથા નરશીભાઈએ બોલાચાલી શરૂ કરી હતી.

આ શખ્સોએ ભાવીન સામે કરેલી ફરિયાદનું તારા માટે સારૂ પરિણામ નહીં આવે તેમ કહી આ અધિકારી તથા તેના અધિકારીને જોઈ લેવાની ધમકી આપી નરશીભાઈએ ગાળો ભાંડી હતી અને બંને શખ્સે હર્ષ પરમારની ફરજમાં રૂકાવટ કરી હતી. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હર્ષ પરમારે ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh