Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧પ ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન અરજીની તાકીદઃ
ખંભાળિયા તા. ર૬: રાજ્યમાં નાળિયેરીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને નાળિયેરીની ખેતી અને ઉદ્યોગના સંકલિન વિકાસ માટે તથા ઉત્પાદક્તામાં વધારો અને ઉત્પાદનના વૈવિધ્યકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને એકંદરે ખેડૂતોની આવકમાં વધારો કરવાના ઉત્તમ ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા વધુ એક નવી યોજના તરીકે 'ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ' અમલમાં મૂકવામાં આવેલ છે, જે અંતર્ગત લાભાર્થીઓને પ્લાન્ટીંગ મટીરીયલ્સ અને ઈનપુટ ખર્ચ યુનિટ કોસ્ટ રૂ. પ૦,૦૦૦ ના ૭પ ટકા મુજબ મહત્તમ રૂ. ૩૭,પ૦૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય બે હપ્તા (પ્રથમ વર્ષે ૭પ ટકા અને બીજા વર્ષે રપ ટકા મુજબ) માં મળવાપાત્ર રહેશે. લાભાર્થી ખાતા દીઠ મહત્તમ ૪.૦૦ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ નાળિયેરી વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ ઘટકમાં તા. ૧પ-૮-ર૦ર૪ સુધીમાં આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ ૭/૧ર, ૮ અ, જાતિના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક બચત ખાતાની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નં. એ-ર/૧૮, લાલપુર રોડ, જામખંભાળિયાના સરનામે તાત્કાલિક પહોંચાડવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial