Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારગીલ વોર મેમોરિયલ પર વડાપ્રધાને શહીદવીરોને આપી શ્રદ્ધાંજલિઃ વિજય દિનને લઈને જુસ્સાભાર્યા સંબોધન
નવી દિલ્હી તા. ર૬: આજે કારગિલ વિજય દિવસે વોર મેમોરિયલમાં શહીદવીરોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુસ્સેદાર પ્રવચન કરતા કહ્યું હતું કે આતંકવાદીઓના આશ્રયદાતા પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ કયારેય સફળ થવાના નથી, અને ભારતીય સેના આતંકવાદીઓને કચડી નાંખશે.
આજે રપમાં કારગિલ વિજય દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કારગીલ યુદ્ધ સ્મારક પર બહાદુર બલિદાનિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તે પછી તેઓએ મેમોરિયલ પહોંચીને જવાનોને સંબોધિત કર્યા હતાં.
પીએમ મોદીએ વર્ષ ૧૯૯૯ માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર બહાદુર જવાનોને યાદ કરતા પાકિસ્તાન પર ખૂબ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, પાકિસ્તાને ભૂતકાળમાં જેટલા પણ દુષ્પ્રયત્ન કર્યાં તેને હંમેશા જડબાતોડ જવાબ મળ્યો છે, પરંતુ પાકિસ્તાને પોતાના ઈતિહાસથી કંઈ શીખ્યું નથી. તે આતંકવાદ અને પ્રોકસી વોરના સહારે પોતાને પ્રાસંગિક બનાવવાના પ્રયત્ન કરી રહ્યું છે.
મોદીએ વધુમાં જણાવ્યું કે, આજે હું એવા સ્થળેથી બોલી રહ્યો છું, જ્યાં આતંકના આકા મારો અવાજ સીધો સાંભળી શકે છે, હું આતંકવાદના આ સંરક્ષકોને જણાવવા માગું છુ કે તેમના નાપાક ઈરાદા કયારેય સફળ થશે નહીં,અમારા જવાન પૂર્ણ તાકાતથી આતંકવાદને કચડી નાખશે અને દુશ્મનને જડબાતોડ જવાબ આપશે.
વડાપ્રધાને કહ્યું કે કારગિલમાં આપણે ફકત યુદ્ધ જીત્યા નથી પરંતુ સત્ય, સંયમ અને શક્તિનું અદ્વુત પ્રદર્શન કર્યું હતું. ભારત તે સમયે શાંતિ માટે પ્રયત્નશીલ હતું. બદલામાં પાકિસ્તાને ફરી એકવાર પોતાનો અવિશ્વાસુ ચહેરો દેખાડ્યો હતો પરંતુ સત્ય સામે જુઠ્ઠાણા અને આતંકના પરાજય થયો હતો.
પોતાના સંબોધન દરમિયાન વધુમાં પીએમ મોદીએ કહ્યું કે અગ્નિપથ યોજનાની સેનાની તાકાત વધશે. પીએમ મોદીએ ઈનડાયરેકટ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકો એવો ભ્રમ ફેલાવી રહ્યા છે કે સરકાર પેન્શનના પૈસા બચાવવા યોજના લઈને આવ્યા છે મને સમજાવો કે હાલ જે લોકો જોડાય છે તેને હાલ પેન્શન આપવાનું નથી. ૩૦ વર્ષ પછી આપવાનું છે, હું તે વખતે તો ૧૦પ વર્ષનો હોઈશ. તો શું હું આવી રાજનીતિ કરશી તેવો સવાલ પૂછ્યો હતો. અમે રાજનીતિ માટે કામ કરીએ છીએ. પીએમ મોદીએ વધુમાં વિપક્ષ પર વાર કરતા કહ્યું કે સીમા પર તૈનાત જવાનોને પર્યાપ્ત બુલેટ પ્રુફ જેકેટ ન આપ્યા. આ એ જ લોકો છે જેઓ કારગિલ વિજય દિવસને નજર અંદાજ કરે છે. કારગિલ વિજય એ કોઈ સરકારનો વિજય ન હતો. કારગિલનો વિજય કોઈ દળનો વિજય ન હતો. આ વિજય દેશનો હતો.
આ વિજય દેશની વિરાસત છે. દેશ માટે ગર્વ અને સ્વાભિમાનનો પર્વ છે. હું ૧૪૦ કરોડ દેશવાસીઓ તરફથી વીર જવાનોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. દેશવાસીઓને કારગિલ વિજયના રપ વર્ષની શુભકામના પાઠવું છું, તેમ જણાવી વડાપ્રધાને શહીદવીરોને શ્રદ્ધાંજલી અર્પી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial