Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના મહાપ્રભુજી બેઠક પાસે આવેલ આંગણવાડીની આસપાસ જ ગંદકીના થર જામેલા છે. અસંખ્યવાર આસપાસના રહેવાસીઓએ રજુઆત કરવા છતાં પણ કોઈ નક્કર પગલા લેવામાં આવતા ન હોય. જામનગર મહાનગરપાલીકા સંચાલીત જ આંગણવાડી કેન્દ્રની આસપાસ આટલી ગંદકી હોય તો શહેરમાં શું હાલત હશે તે એક પ્રશ્ન છે. આ વિસ્તારના કોર્પાેરેટરો તો કોઈ જાતની તસ્દી લેતા જ નથી. એક તરફ કોલેરા, ચાંદીપુરા સહિતના વાયરસે કહેર મચાવ્યો છે. જામનગરમાં પણ ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. તેમ છતાં વારંવાર રજુઆત કરવા છતાં ના તો કોર્પાેરેટર કે ના તો અધિકારીઓ આ વિસ્તારમાં સાફ-સફાઈ ન કરવતાં હોય ત્યારે બાળકોને આંગણવાડીમાં મુકવા આવતા વાલીઓ રોષ ફેલાયો છે. ઉપરોક્ત તસ્વીરમાં જોઈ શકાય છે આંગળવાડી આસપાસ પાણી ભરેલા છે તેમા મચ્છરોના ઉપદ્રવ, આસપાસ કચરાના ઢગલાઓ પડયા છે. આ વિસ્તારના નગરસેવકો ક્યારે પણ કોઈ જગ્યાએ મુલાકાત લેતા ના હોય નાગરીકોની સમસ્યાનું નિવારણ કેવી રીતે કરી શકશે. આ અહેવાલ પ્રસિદ્ધ થયા પછી શું આ વિસ્તારમાં સાફ-સફાઈ શક્ય બનશે. મહાનગરપાલિમાં બેઠેલા અધિકારીઓ-પદાધિકારીઓએ પણ નગરની એક મુલાકાત માટે નિકળવું જોઈએ ક્યા વિસ્તારમાં શું સમસ્યા છે તેનું નિરીક્ષણ કરી નાગરીકોની સમસ્યાનું તાકીદે નિવારણ કરવું જોઈએ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. અત્યારે તો ખાસ કરીને નાના ભુલકાઓ જ્યાં ભણવા માટે આવી રહ્યા છે તે આંગણવાડી આસપાસ તાકીદે સાફ-સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વિપક્ષના નગરસેવકો દ્વારા પણ આ આંગણવાડીની મુલાકાત લેવામાં આવી હતી પરંતુ શાસક પક્ષના નગરસેકોને કોઈ તસ્દી લેવાનો સમય જ નથી તેવો પણ સવાલ આ વિસ્તારના રહેવાસીઓમાં ચર્ચાઈ રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial