Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરના ચાલક સામે પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૨૬: જામનગર-ખંભાળિયા માર્ગ પર પડાણા પાટીયાથી આગળ મોડપર ગામના પાટીયા પાસે બે સપ્તાહ પહેલાં રાજકોટની એક મોટર આગળ જતી ક્રેઈન તથા રિક્ષા સાથે ટકરાઈ પડી હતી. મોટરમાં જઈ રહેલા રાજકોટના સોની દંપતીને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તના પુત્રએ મોટરના ચાલક સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા પડાણાથી આગળ મોડપર ગામના પાટીયા પાસેથી ગઈ તા.૧૨ની સવારે રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક ગીતાનગર-૪માં રહેતા દિલીપભાઈ પાટડીયા તથા તેમના પત્ની પ્રજ્ઞાબેન જીજે-૩ બીઝેડ ૨૮૯૮ નંબરની સ્વીફટ મોટરમાં જતા હતા.
આ ટેક્સીના ચાલક પરેશે આગળ જતી એક ક્રેઈન તથા રિક્ષા સાથે અકસ્માત સર્જતા દિલીપભાઈને ઈજા થઈ હતી. જ્યારે તેમના પત્ની પ્રજ્ઞાબેનને ફ્રેક્ચર થઈ જવા ઉપરાંત માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત અંગે દિલીપભાઈના પુત્ર ચેતનભાઈ પાટડીયાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ટેક્સીના ચાલક પરેશ સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial