Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યોજનાનો લાભ લેવા ૧પ ઓગસ્ટ સુધીમાં અરજીઃ
ખંભાળિયા તા. ર૬: બાગાયત વિભાગની જામફળ ફળપાક ઉત્પાદક્તા વધારવા માટે સહાયનો કાર્યક્રમ અંતર્ગત જામફળ પાકમાં કલમ-ટીસ્યુકલ્ચર રોપા દીઠ મહત્તમ રૂ. ૮૦ અથવા ખરેખર થયેલ ખર્ચ પૈકી બે માંથી જે ઓછું હોય તે ધ્યાને લઈ મહત્તમ રૂ. ૪૪,૦૦૦ પ્રતિ હેક્ઠર સહાય મળવાપાત્ર છે. જેમાં પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટીંગ મટીરિયલના ખર્ચના પ૦ ટકા લેખે મહત્તમ રૂ. ૬,૦૦૦ પ્રતિ હેક્ટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે. આ યોજના હેઠળ ખાતાદીઠ ઓછામાં ઓછા ૦.ર૦ હેક્ટર અને મહત્તમ ર.૦૦ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. જામફળ પાકના વાવેતર ૩ બાય પ મીટર નિર્દેશ કરેલ વાવેતર અંતર મુજબ ઘનિષ્ઠ કે અતિ ઘનિષ્ઠ ફળપાક વાવેતર પદ્ધતિથી કરવાનું રહેશે. જામફળ ફળપાક માટે ઓછામાં ઓછા પપપ કલમ/ટીસ્યુ રોપા ધ્યાને લઈ સહાય મળવાપાત્ર રહેશે. કલમો માટે એનએચબી દ્વારા એક્રીડીએશન/કૃષિ યુનિ./ બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાટીંગ મટીરિયલ ખરીદ કરવાનું રહેશે. ટીસ્યુકલ્ચર પ્લાટીંગ મટીરિયલ (રોપા) માટે ઓબીટી દ્વારા માન્ય/ એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ, જીએનએફસી, જીએસએફસી, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે. આ યોજના હેઠળ વાવેતર સંબંધિત અન્ય તમામ ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે.
આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ જામફળ ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ ઘટકમાં તા. ૧પ-૮-ર૦ર૪ સુધીમાં આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ, ૭/૧ર, ૮ અ જાતિના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક બચત ખાતાની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નં. એ-ર૦/૧૮ લાલપુર રોડ, ખંભાળિયાના સરનામે તાત્કાલિક પહોંચાડવા નાયબ બાગાયત નિયામકએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial