Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમ આદમી પાર્ટી દ્વારા
જામનગર તા. ર૬: મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દર મહિને દીકરા-દીકરીઓને આર્થિક સહાય આપે છે. મધ્યપ્રદેશમાં દીકરીને દર મહિને રૂ. એક હજાર મળે છે જ્યારે મહારાષ્ટ્રમાં શિક્ષિત યુવા વર્ગને લાયકાત પ્રમાણે દર મહિને ૬ હજાર, ૮ હજાર અને ૧૦ હજારની સહાય મળે છે. ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપની સરકાર છે. છેલ્લી ચૂંટણીમાં પણ રાજ્યની જનતાએ ભાજપને ૧૫૬ બેઠક આપી છે તો ગુજરાતમાં ભાજપ સરકાર શા માટે દીકરા-દીકરીઓને આર્થિક સહાયતા કરતી નથી? આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે ગુજરાતની ભાજપ સરકારે પણ અન્ય રાજ્યોની સરકાર દ્વારા જે રીતે દીકરા-દીકરીઓ, શિક્ષિત યુવાવર્ગને પ્રતિમાસ સહાય આપવામાં આવે છે તેવી રીતે સહાય આપવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial