Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના મહિલાએ નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા. રપઃ જામનગરના એક મહિલાએ ગાંધીનગરમાં એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવતા ટ્રસ્ટી સામે કુલ રૂ. ૩ લાખના બે ચેક પરત ફર્યાની અદાલતમાં બે ફરિયાદ નોંધાવી હતી. અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના ગીતાબેન પ્રવીણભાઈ ભટ્ટ પાસેથી ગાંધીનગરમાં ભાવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવતા પ્રવીણસિંહ ભૂપતસિંહ સીંધાએ હાથઉછીની રકમ મેળવી હતી અને તેની પરત ચૂકવણી માટે રૂ. ર લાખ અને રૂ. ૧ લાખના બે ચેક આ ટ્રસ્ટીએ ગીતાબેનને આપ્યા હતા.
તે બંને ચેક બેંકમાં રજૂ કરાતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા. નોટીસ પાઠવ્યા પછી ગીતાબેને જામનગરની અદાલતમાં ચેક પરતની બે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી ભાવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રવીણસિંહ સીંધાનો છૂટકારો ફરમાવ્યો છે. ફરિયાદી તરફે વકીલ ચંદ્રેશ મોતા, હરીશ ગોહિલ, ભરતસિંહ જાડેજા, મૈત્રી ભૂત, એસ.એફ. દલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial