Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ૨૦૩૦ સુધીમાં ભૂખમરો હટાવવો શક્ય નથીઃ યુ.એન.
નવી દિલ્હી તા. ર૬: ર૦ર૩ માં દુનિયામાં ૭૩ કરોડ લોકોને મજબૂરીથી ભુખ્યા રહેવું પડ્યું હતું અને વિશ્વની ૧/૩ વસતિ, ર૩ માં પૂરતો સ્વસ્થ આહાર મેળવી શકી ન હતી, તેવી વાસ્તવિક્તા સ્વીકારતો રિપોર્ટ પ્રસિદ્ધ થયો છે.
યુનાઈટેડ નેશન્સે વિશ્વમાં વ્યાપી રહેલા કાળો કેર વરસાતા ભૂખમરા અંગે અત્યંત ઘેરૂ ચિત્ર રજૂ કર્યું છે. એક તરફ દુનિયાના માત્રને માત્ર ૧ ટકા લોકોએ છેલ્લા ૧૦ વર્ષમાં જ ૪ર ટ્રિલિયન ડોલર્સ ભેગા કરી લીધા છે તો બીજી તરફ દુનિયામાં ૭૩ કરોડ લોકો ભૂખમરાનો ભોગ બની રહ્યા છે. વિશ્વની ૧/૩ જેટલી વસતિ પૂરતો સ્વસ્થ આહાર પણ તે વર્ષમાં મેળવી શકી ન હતી. આ સંયોગોમાં પહેલા ધારેલું નિશાન કે ર૦ર૩ સુધીમાં ભૂખમરો દૂર કરી શકીશું, પરંતુ વર્ષમાં જ પરિસ્થિતિ તેવી બની કે યુદ્ધો, આર્થિક સ્થિરતા અને અનિયમિત મોસમને લીધે ગત્ વર્ષે ૭૩ કરોડ લોકોને મજબૂરીથી મહદ્અંશે ભૂખ્યા રહેવું પડ્યું છે.
યુએનઓ ર૪ મી જુલાઈએ પ્રસિદ્ધ થયેલો રિપોર્ટ હાથ ઊંચા કરી દેતા સ્વીકારી લે છે કે, ર૦૩૦ સુધીમાં દુનિયામાંથી ભૂખમરો દૂર કરવો અશક્ય છે. ર૦ર૩ માં ૭૩ કરોડ લોકો ભૂખ્યા પેટે રહેવા મજબૂર બન્યા છે. એટલે કે દર ૧૧ માંથી ૧ વ્યક્તિ ભૂખ સામે ઝઝુમી રહી હતી. આફ્રિકામાં તો પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. ત્યાં તો દર પાંચમાંથી ૧ વ્યક્તિ રોજ રાત્રે ભૂખી સૂવે છે.
આ રિપોર્ટમાં યુએનની પાંચ એજન્સીઓ ખાદ્ય અને કૃષિ સંગઠન, આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ કોષ, યુનિસેફ વિશ્વ ખાદ્ય કાર્યક્રમ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ સાથે મળી એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. તે બ્રાઝિલમાં મળનારી જી-ર૦ શિખર પરિષદમાં રજૂ કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક ભુખમરો ઘટાડવા માટે ખાદ્ય સુરક્ષા અને પોષણ સંબંધી ફંડીંગમાં વધારો કરવાની જરૂર છે. ભૂખમરાનું તો સંકટ છે જ, પરંતુ કુપોષણનું સંકટ પણ તેટલું જ ગંભીર છે. સ્વસ્થ ભોજન દુનિયાના મોટાભાગના લોકોની પહોંચ બહાર છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો આ દશકના અંત સુધીમાં પ૮ કરોડથી વધુ લોકો ગંભીર કુપોષણનો શિકાર બની જશે. તેમાં સૌથી વધુ લોકો આફ્રિકામાં હશે. આ રિપોર્ટના લેખકો પૈકીના એક અર્થશાસ્ત્રી ડેવીડ લાબોર્ડે કહ્યું હતું કે નવ વર્ષ પહેલા જે સ્થિતિ હતી તે કરતા આજે વધુ ખરાબ સ્થિતિ ઉપસ્થિત થઈ છે. તે વખતે આપણે ર૦૩૦ સુધીમાં દુનિયામાંથી ભૂખમરો દૂર કરવા કહ્યું હતું, પરંતુ તે શક્ય લાગતું નથી. ર૦ર૩ માં જ દુનિયાની ૧/૩ વસતિ, સ્વસ્થ અને પૂરતો આહાર મેળવી શકી નથી.
રિપોર્ટ જણાવે છે કે ઓછી આવકવાળા દેશોમાં ૭૧.પ ટકા લોકો ગત્ વર્ષે સ્વસ્થ આહાર લઈ નથી શક્યા, જ્યારે મોટી આવકવાળા દેશોમાં તે માંડ ૬.૩ ટકા જ ર્હયો છે. કુપોષણને લીધે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર ઋણાત્મક અસર પડે છે. વયસ્કોને પણ લાંબા ગાળે તેની અસર થાય છે. આપત્તિ સમયમાં ચોખાની થેલીઓ વહેંચવાથી કશું નહીં વળે તેમ કહેતા આ રિપોર્ટમાં વ્યાપક રણનીતિ ઘડવા ઉપર ભાર મૂકાયો છે. સમય ગુમાવવો પોસાય તેમ નથી. ર૦૩૦ સુધીમાં ભૂખમરો દૂર કરવા ૧૭૬ અબજ ડોલરથી ૩.૯પ લાખ કરોડ ડોલરની જરૂર પડશે, જે અંગે સ્યોરિટી નહીં હોવાથી આ રિપોર્ટ દ્વારા વિશ્વનું વિશેષ રીતે લક્ષ્ય દોરવામાં આવ્યું હોય તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial