Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બસના ટેક્સની ચૂકવણી માટે આપ્યો હતો ચેકઃ
દ્વારકા તા. ૨૬: ઓખા મંડળના સુરજકરાડીમાં વસવાટ કરતા એક આસામીએ દ્વારકાના આસામી પાસેથી બસ ખરીદ્યા પછી તેના બાકી ટેક્સની રકમ ભરપાઈ કરવા ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાતા આરોપી આસામીને બે વર્ષની કેદની સજા તથા રૂ. ૪ લાખ ૪૦ હજાર વળતર પેટે ચૂકવવા અદાલતે આદેશ કર્યાે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેન્દ્રસિંહ એન. જાડેજાએ પોતાની માલિકીની બસ સુરજકરાડીમાં વસવાટ કરતા જાવેદ દિલાવર સોલંકીને વેચાણથી આપી હતી. તે બસની ટેક્સની રકમ ભરપાઈ કરવા માટે જાવેદ દિલાવર સોલંકીએ ચેક આપ્યો હતો.
તે ચેક પાકતી મુદ્દતે બેંકમાં રજૂ કરાતા ચેક પરત ફર્યાે હતો તેથી રાજેન્દ્રસિંહે દ્વારકાની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી જાવેદ દિલાવર સોલંકીને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યાે છે. રકમ ચૂકવવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદ ભોગવવા હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી દ્વારકાના વકીલ સંજય રાયઠઠ્ઠા, ધર્મેશ ચુડાસમા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial