Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રસ્તા-બ્રીજમાં અનેક જગ્યાઓ તિરાડોથી અકસ્માતની ભીતિઃ
જિલ્લામાં કરોડોના ખર્ચે દ્વારકા અને ખંભાળીયા વચ્ચે નેશનલ હાઈ-વેનું કામ થયું છે. તાજેતરમાં જ આ રસ્તો નવો નક્કોર બનાવાયો છે પણ તાજેતરમાં પડેલા અતિ ભારે વરસાદ સામે આ નેશનલ હાઈ-વે ઝીંક લઈ શકયો નથી! આ માર્ગ પર ખંભાળીયાથી લઈને દ્વારકા સુધી ઠેર-ઠેર નાના મોટા ગાબડા પડી ગયા છે માર્ગમાં અનેક સ્થળે માર્ગની વચ્ચોવચ્ચ પાણા ઉખડી ગયા છે જો કે, ખાડા છે તેવું દર્શાવતા નાના સ્ટેન્ડ મુકવા પડ્યા છે. આ ઉપરાંત સૌથી ગંભીર બાબતએ છે કે આ નેશનલ હાઈવેમાં આવતા નાના પુલ કે બ્રીજમાં તિરાડો પડી ગઈ છે. આ પૂલ કે બ્રીજ ક્ષતિગ્રસ્ત થવાથી તૂટી પડે તો દુર્ઘટના સર્જાય શકે તેવી ભીતિ છે. માર્ગના કામમાં કાં તો નબળુ કામ થયું છે અથવા તંત્રના બચાવ જેવા અતિ ભારે વરસાદના કારણે રસ્તો તૂટી ગયો છે... જે હોય તે... પણ હાલ તો ખંભાળીયાથી દ્વારકા જવામાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. જોઈએ કયારે રીપેર થાય છે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial