Advertisement
Author: નોબત સમાચાર

વરસાદ રોકાઈ ગયો હોવા છતાં ખાબોચીયું યથાવત!

જોલી બંગલા પાસે ઉલેચાવાની રાહ જુએ છે વરસાદી પાણીઃ

જામનગરમાં હાલમાં કોલેરા તથા ચાંદીપુરા રોગે દેખા દીધી છે. બાળકોમાં પ્રસરતા ચાંદીપુરા તથા મોટેરાઓમાં ફેલાતા કોલેરાના કારણે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેમ છતાં સફાઈકામ સહિતના જરૂરી કામો પ્રત્યે મહાનગરપાલિકાનું તંત્ર દુર્લક્ષ સેવી રહ્યું છે. જેના કારણે નાગરિકો પર બીમારીની સતત તલવાર તોળાતી રહી છે. ઉપરોક્ત તસ્વીર જામનગરના સતત ધમધમતા જોલી બંગલા વિસ્તારની છે. ત્યાં એક  તબીબનું ક્લિનિક આવેલું છે તેની બહાર આજે વરસાદ રોકાઈ ગયો તેને બે દિવસ કરતા વધુ સમય થયો છે તેમ છતાં વરસાદી પાણીનું ખાબોચીયું ભરેલું પડ્યું છે. ગઈકાલે સ્થાનિકોએ ધારાસભ્યને રજૂઆત કરતા દેખાડવા માટે કામ કરવા આવેલા કર્મચારીઓએ ખાબોચીયા પર પાવડર છાંટી દઈ બુદ્ધિનું પ્રદર્શન પણ કર્યું હતું. આ ખાબોચીયાને ખાલી કરાવવાની જવાબદારી ફીક્સ કરવાની જરૂર છે. જોઈએ, હવે.. આ કામ કોર્પોરેશનનું તંત્ર કે ધારાસભ્યની ભલામણ કે પછી સફાઈ કર્મચારીઓ કરે છે?!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh