Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગઈકાલે કોલેરાના વધુ ૪ કેસ નોંધાયા

જી.જી. હોસ્પિટલમાં ચાલુ સિઝનના નોંધાયા કુલ ર૪ દર્દી

જામનગર તા. ર૬: જામનગરમાં કોલેરાનો રોગચાળો વકરી રહ્યો છે. ગઈકાલે વધુ ચાર દર્દીઓને કોલેરાની સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ વાતાવરણ અનુકૂળ નહીં હોવાથી બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે. જામનગરા વોર્ડ નં. ૧ર માં કોલેરાના બે કેસ નોંધાયા છે. ઉપરાંત વોર્ડ નંબર ૫ અને ૬ માં એક-એક કેસ મળી ગઈકાલે કુલ ચાર દર્દીઓને કોલેરાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જામનગરમાં કોલેરાના કેસનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અને જી.જી. હોસ્પિટલમાં ફક્ત શહેરી વિસ્તારના ચાલુ સિઝનમાં કુલ ર૪ કેસ નોંધાયા ચૂક્યા છે. કોલેરા ઉપરાંત પણ અન્ય બીમારીનું પ્રમાણ વધ્યું છે. હાલનું વાતાવરણ સાનુકૂળ નહીં હોવાથી બીમારીનું પ્રમાણ વધ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh