Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સભાસદને ત્રણ મહિનાની કેદ-દંડનો આદેશ

સોસાયટીની હતી ફરિયાદઃ

જામનગર તા. ૨૬: જામનગરની એક સોસાયટીએ સભાસદ સામે કોર્ટમાં ચેક પરત ફર્યાની ફરિયાદ નોંધાવી હતી. અદાલત આ સદસ્યને તક્સીરવાન ઠરાવી ત્રણ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરની સ્વામી વિવેકા નંદ ક્રેડીટ કો. ઓપરેટિવ સોસાયટીના સભાસદ કાનજી પૂનાભાઈ ટોયટાએ સોસાયટી પાસેથી લોન મેળવી હતી. તે લોન ભરપાઈ કરવા ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો. તેની નોટીસ આપવામાં આવી હતી તેમ છતાં ચેક મુજબનું લેણું ભરવામાં ન આવતા નેગો. ઈન્સ્ટ્ર. એક્ટ ૧૩૮ હેઠળ કાનજીભાઈ ટોયટા સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસમાં આરોપી કોર્ટમાં હાજર થયા ન હતા.

આ કેસ ચાલી જતા અદાલતે ફરિયાદી પક્ષના રજૂ થયેલા પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈ આરોપીને તક્સીરવાન ઠરાવી ત્રણ મહિનાની જેલ તેમજ ચેકની રકમ રૂ. ૩૨,૩૦૦નો દંડ ફટકાર્યાે છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh