Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈતિહાસમાં પહેલીવાર સ્ટેડિયમના બદલે સીન નદીના કાંઠે યોજાશે ભવ્ય સમારોહઃ
પેરિસ તા. ર૬: આજથી પેરિસમાં રમતગમતના સૌથી મોટા મહાકુંભનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પેરિસ ઓલિમ્પિકનું આજે રંગારંગ ઉદ્ઘાટન થશે. ૧ર૮ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ઓપનિંગ સેરેમની સીન નદીના કિનારે યોજાશે.
રમતગમતના મહાકુંભ એટલે કે ઓલિમ્પિકની ભવ્ય શરૂઆત આજથી થઈ રહી છે. પેરિસ ર૦ર૪ ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ સીન નદીના કિનારે યોજાશે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં ૧૧૭ ખેલાડીઓની ટીમ મોકલી છે. આ ૧૧૭ સભ્યોની ટીમમાં ત્રણ રમતોના અડધા ખેલાડીઓનો સમાવેશ થાય છે. એથ્લેટિક્સ (ર૯), શૂટિંગ (ર૧) અને હોકી (૧૯) આ ૬૦ ખેલાડીઓમાંથી ૪૦ ખેલાડીઓ પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે.
ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટેડિયમની અંદર ઉદ્ઘાટન સમારોહ યોજાશે નહીં. જે આ વખતે સૌથી ખાસ છે. ૧૮૯૬ માં એથેન્સમાં ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી. તેથી તેના ૧ર૮ વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે કે આ ગેમ્સમાં ભાગ લેનારા દેશોની પરંપરાગત પરેડ પેરિસની મધ્યમાંથી વહેતી સીન નદીના કિનારે યોજાશે, જો કે ઓલિમ્પિક સમારોહ દરમિયાન વરસાદની સંભાવના છે.
આ ઉદ્ઘાટન સમારોહમાં ૧૦,૦૦૦ થી વધુ ઓલિમ્પિક રમતવીરો લગભગ ૧૦૦ બોટ પર સીન નદીમાંથી પસાર થશે, જ્યારે નોટ્રે ડેમ, પોન્ટ ડેસ આર્ટસ, પોન્ટ ન્યુફ સહિત પેરિસના કેટલાક પ્રતિષ્ઠિત સ્થળો પાસેથી પસાર થશે. ફ્લોટિંગ પરેડ ઓસ્ટરલિટ્ઝ બ્રીજથી જાર્ડિન ડેસ પ્લાન્ટેસની બાજુમાં શરૂ થશે અને ટ્રોકાડેરો પર સમાપ્ત થશે, જ્યાં ઓલિમ્પિક સમારોહનો અંતિમ શો હશે. આ કાર્યક્રમ ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલવાનો છે.
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને ટેબલ ટેનિસના દિગ્ગજ શરત કમલ, જેઓ પોતાની પાંચમી ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તૈયાર છે. તેઓ ઓલિમ્પિકમાં ભારતીય ટૂકડીનું નેતૃત્વ કરશે. આ બન્ને ખેલાડીઓ પોતપોતાની રમતના પ્રથમ ખેલાડી હશે જેઓ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજ ધારક બનશે.
પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં, ભારતીય પુરુષ ખેલાડીઓ કુર્તા બંડી સેટ પહેરશે જ્યારે મહિલા ખેલાડીઓ ભારતના ત્રિરંગા ધ્વજને દર્શાવતી મેચીંગ સાડી પહેરશે. પરંપરાગત ઈક્ત અનેબનારસી બ્રોકેડથી પ્રેરિત પ્રિન્ટ દર્શાવતા વસ્ત્રો તરૂણ તાહિલિયાની દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યા છે.
ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં કુલ ૭ મેડલ જીત્યા, જે ઓલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં તેનું સર્વશ્રેષ્ઠ મદર્શન છે જેમાં ભારતીય ખેલાડી નીરજ ચોપરાનો પ્રથમ એથ્લેટિક્સમાં ગોલ્ડ પણ સામેલ છે. પેરિસમાં ૧૬ રમતોમાં દેશના કુલ ૧૧ર એથ્લેટ ૬૯ મેડલ ઈવેન્ટમાં ભાગ લેશે. પાંચ રિઝર્વ એથ્લેટ પણ પેરિસમાં હશે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ ૩પ મેડલ જીત્યા છે. આમાંથી માત્ર શૂટર અભિનવ બિન્દ્રા (ર૦૦૮) અને નીરજ ચોપરા (ર૦ર૧) એ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યા છે. આ વખતે પણ ભારતીય ટીમ વધુમાં વધુ મેડલ મેળવવા થનગની રહી છે.
પેરિસ ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારંભ ભારતીય સમય અનુસાર રાત્રે ૧૧ વાગ્યે ભારતમાં શરૂ થશે. તે ભારતમાં સ્પોર્ટસ ૧૮ ૧ એચડી અને સ્પોર્ટસ ૧૮ ૧ જેડી ટીવી ચેનલો પર પ્રસારિત થશે. પેરિસ ઓલિમ્િ૫કનું લાઈવ સ્ટ્રીમિંગ જીયો સિનેમા પર મફતમાં ઉપલબ્ધ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial