Advertisement
Author: નોબત સમાચાર

દેશ કાજે હસતા મૂખે બલિદાનો આપનાર શહીદોની યાદમાં જામનગરમાં ઉજવાયો કારગીલ વિજય દિવસ

સિંધ વિજેતા બ્રિગેડ દ્વારા ભારતીય યુદ્ધકળા અને મિલ્ટ્રી બેન્ડના માધ્યમથી શહીદવીરોને આપી શ્રદ્ધાંજલિઃ સ્થાનિક અને સેનાના અધિકારીઓ તથા જવાનો ઉપસ્થિત

જામનગરના ધન્વન્તરિ ઓડિટોરિયમમાં કારગીલ વિજય દિવસની રપ મી વર્ષગાંઠ નિમિત્તે દેશની સેવામાં હસતા મૂખે બલિદાન આપનાર શહીદોની યાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિંધ વિજેતા બ્રિગેડે ભારતીય યુદ્ધ અને મિલિટરી બેન્ડના માધ્યમથી ઓડિટોરિયમના પ્રાંગણમાં શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, ર૬ જુલાઈ ૧૯૯૯ ના ભારતીય સેનાએ પોતાનું પરમ સાહસ દર્શાવી દુશ્મનને યુદ્ધ મોરચે પાછળ ધકેલી દુશ્મનના અતિક્રમણને અટકાવ્યું હતું અને કારગીલના સર્વોચ્ચ શિખર પર તેની નિર્ણાયક જીતનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. આ ભવ્ય જીત ભારતીય સેનાના દરેક સૈનિકની બહાદુરી, દેશભક્તિ અને દૃઢ નિશ્ચયની સાક્ષી પૂરે છે, જેમણે ખૂબ મુશ્કેલ પ્રદેશ અને અત્યંત ખરાબ હવામાનનો સામનો કરીને કારગીલ યુદ્ધમાં દેશને વિજય અપાવ્યો હતો.

કારગીલ યુદ્ધની જીત ભારતીય ઈતિહાસના પુષ્ઠો પર એક સીમાચિન્હરૂપ છે અને તે દરેક માટે એક ઉદાહરણ છે કે આપણા દેશનો દરેક સૈનિક કોઈપણ કિંમતે તેના દેશનું સાર્વભૌમત્વ અને સુરક્ષાનું રક્ષણ કરે છે અને તેનું જતન કરે છે. કારગીલ યુદ્ધ દરમિયાન આપણા સૈન્યના પર૬ બહાદુર જવાનોએ દેશના ગૌરવ અને સન્માનની રક્ષા કરતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

કારગીલ વિજય દિવસ નિમિત્તે સિંધ વિજેતા બ્રિગેડ દ્વારા અગાઉ પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોના આયોજનનો હેતુ કારગીલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવાનો અને તેમની દેશભક્તિને યાદ કરવાનો છે.

આ કાર્યક્રમમાં બ્રિગેડિયર અઝીશ જોશેફ, સિંધ વિજેતા બ્રિગેડના કમાન્ડરશ્રીએ કારગીલ દિવસની રપ મી વર્ષગાંઠ પર ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ફેલુ સહિત પ્રશાસનિક સેવાઓના મહાનુભાવો, તમામ સેવાઓના સૈનિકો, એન.સી.સી. કેડેટ્સ, શાળાઓ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓનું અભિવાદન કર્યું હતું તેમજ દેશની રક્ષા કરતા કારગીલ યુદ્ધમાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર મહાન વીરોને સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh