Advertisement
Author: નોબત સમાચાર

કોલેરા નિયંત્રણની જનજાગૃતિ માટે રવિપાર્ક ટાઉનશીપમાં પ્રત્યક્ષ પ્રચાર ઉપરાંત વીડિયો સંદેશ વહેતો કરતા તબીબ

સોશિયલ મીડિયાનો સમાજ સેવા માટે શ્રેષ્ઠ સદ્પયોગઃ વીડિયો સંદેશ

જામનગર તા. ર૬: જામનગરમાં ભારે વરસાદ પછી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે અખબારો-મીડિયા મારફત નગરમાં ઠેર-ઠેર ફેલાયેલી ગંદકીના અહેવાલો રોજ-બ-રોજ આવી રહ્યા છે. ત્યારે નગરના મહત્તમ પછાત વિસ્તારોને આવરી લેતા એક શહેરી આરોગ્ય કેન્દ્ર (અર્બન હેલ્થ સેન્ટર)ના તબીબે એક એવો અભિગમ અપનાવ્યો છે, તેથી તંત્ર અને શાસન-પ્રશાસનનું ગૌરવ પણ વધે છે.

જામનગરના ઢીંચડા રોડ પર આવેલા રવિપાર્ક ટાઉનશીપમાં વરસાદ પછી, તાજેતરમાં ગટર યોજના માટે આખી સોસાયટીમાં ખોદાયેલા ખાડાઓને માત્ર ધૂળ-માટીથી બૂરી દેવાયા હતાં, તે કાદવ-કીચડમાં ફેરવાઈ ગયા હતા અને તેના અહેવાલો પ્રેસ-મીડિયાના માધ્યમથી બહાર આવ્યા હતા અને ખાસ કરીને 'નોબત' માં તેને વિશેષ વાચા આપવામાં આવી હતી.

આ લોક સમસ્યા બીજા કોઈએ ગંભીરતાથી લઈને કદમ ઉઠાવ્યા હોય કે ન હોય, પરંતુ આ વિસ્તાર જેના કાર્યક્ષેત્રમાં છે, તે વામ્બે અર્બન હેલ્થ સેન્ટરના ડો. ભરત બથવારે આ સમગ્ર વિસ્તારમાં ટીમ સાથે જરૂરી અનુસાંગિક કામગીરી કરવાની સાથે સાથે કોલેરાથી સતર્ક રહેવા લોકોને સમજાવ્યા હતાં. આ દરમિયાન તેમણે સ્વયં રવિપાર્ક ટાઉનશીપની મૂલાકાત લઈને કોલેરા સહિતના રોગચાળાને અટકાવવા વ્યાપક માર્ગદર્શન આપ્યું હતુ અને બોરનું પાણી પીવાનું ટાળીને મહાનગરપાલિકા દ્વારા કલોરીન કરેલુ પાણી જ પીવા, બજારૂ ચીજવસ્તુઓ ખાવા-પીવાથી દૂર રહેવા અને સ્વચ્છતા રાખવા સહિતની જરૂરી સલાહો પણ લોકોને આપી હતી.

જો કે, આ પ્રકારની કામગીરી નગરના અન્ય અર્બન હેલ્થ સેન્ટરો દ્વારા પણ થઈ જ હશે, પરંતુ રવિપાર્ક ટાઉનશીપમાંથી જ આ વિસ્તારના રહીશો જ નહીં, તમામ લોકોને ઉદ્દેશીને કોલેરા અને રોગચાળાને અટકાવવા લોકો સ્વયં કેવી રીતે સાવચેત રહી શકે, અને સાવચેતીના કયા કયા કદમ ઉઠાવવા જોઈએ તેનું અસરકારક લોકભોગ્ય ભાષામાં ડો. બથવારે પ્રેઝન્ટેશન કરીને સોશ્યલ મીડિયા મારફત વહેતો કરેલો વીડિયોસંદેશ અત્યારે આ પછાત વિસ્તારમાં ઘેર-ઘેર પહોંચ્યો છે. અને તેના કારણે લોકોમાં જાગૃતિ વધી રહી છે.

રવિપાર્ક ટાઉનશીપ સહિતની સોસાયટીઓમાં આરોગ્ય તબીબી કામગીરી માટે એક નાનકડો સુવિધાજનક ઓરડો કે સેનીટેશનની વ્યવસ્થા, વીજજોડાણ, સીટીંગ એરેજમેન્ટ, પાણી અને પંખા વગેરેની પ્રાથમિક સુવિધાઓ સાથે શેડનું નિર્માણ થાય, તો રસીકરણ, રોગ-નિવારણ તથા આરોગ્ય રક્ષણની કામગીરી વધુ અસરકારક બની શકે તેમ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh