Advertisement
Author: નોબત સમાચાર

નાગેશ્વર પાર્કમાં રહેતા પરિણીતા ત્રણ વર્ષ પહેલાં કામ પર જવાનું કહી થયા ગુમ

પતિએ પોલીસને જાણ કરીઃ

જામનગર તા. ૨૬: જામનગરના જૂના નાગના પાસે નાગેશ્વર પાર્ક પાસે રહેતા એક કોળી પરિણીતા ત્રણ વર્ષ પહેલાં પોતાના ઘરેથી કામ પર જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ ગયાની પોલીસને પતિએ જાણ કરી છે. પોલીસે આ મહિલાનો ફોટો, વર્ણન મેળવી તપાસ હાથ ધરી છે.

જામનગરના જૂના નાગના રોડ પર આવેલા નાગેશ્વર પાર્કમાં રહેતા વિજયભાઈ પાલાભાઈ ડોણાસીયા નામના તેતાલીસ વર્ષના કોળી યુવાન ગઈ તા.૨૮ જુન ૨૦૨૧ની સવારે પોતાના ઘરેથી કામ પર જવા માટે નીકળ્યા હતા.

તેઓને સાંજના સમયે માતા જીવતીબેને ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના પત્ની ભાવનાબેન વિજયભાઈ ઉર્ફે પારૂબેન (ઉ.વ.૩૭) સવારે સાડા આઠેક વાગ્યે કામ પર ગયા પછી અત્યાર સુધી પરત આવ્યા નથી. પતિ વિજયભાઈએ વાલકેશ્વરીનગરી માં જે સ્થળે પત્ની કામ પર જતા હતા ત્યા અને તમામ સગા, સંબંધીઓને ત્યાં તપાસ કરાયા પછી પણ પારૂબેનનો પત્તો લાગ્યો નથી. તેથી પોલીસમાં જાણ કરાઈ છે.

૧૮ વર્ષ પહેલાં વિજયભાઈ તથા  પારૂબેનના લગ્ન થયા પછી આ દંપતીને એક પુત્ર તથા પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. તે પછી માતા સાથે વસવાટ કરતા વિજયભાઈ અને પારૂબેન બંને કામ પર જતા હતા તે દરમિયાન ત્રણ વર્ષ પહેલાં પારૂબેન ગુમ થઈ ગયા છે. સિટી બી ડિવિઝનના જમાદાર જે.બી. ઝાલાએ આ મહિલાનું વર્ણન, ફોટો મેળવી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh