Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં જાહેરમાં માસ-મટનનો કચરો ફેંકતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાય છેઃ હિન્દુ સેના

શોભાયાત્રાના રૂટના બિસ્માર રોડની મરામત કરવાની જરૂર

જામનગર તા. ર૬: ધ્રોલમાં હિન્દુ ધાર્મિક સ્થળો નજીક નોનવેજનો જાહેરમાં નિકાલ થતો હોવાથી જરૂરી પગલા લેવા જોઈએ તેમજ શોભાયાત્રા રૂટનો માર્ગ બિસ્માર હોવાથી તેની મરામત કરવા માટે રજુઆત કરવામાં આવી છે.

હિન્દુ સેના- ધ્રોલના ગૌરવ મહેતાએ ધ્રોલના મામલતદાર, ચિફ ઓફિસરને પત્ર પાઠવી રજુઆત કરી છે કે ધ્રોલમાં સાત ડેરી, મહાદેવ મંદિરના માર્ગે રસ્તામાં માસ મટનનો કચરો જોવા મળે છે. જેનાથી હિન્દુ શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે. આથી તાકીદે યોગ્ય પગલા લેવા જોઈએ. ઉપરાંત જનમાષ્ટમીના દિવસે શોભાયાત્રા નીકળે છે આ યાત્રાના રૂટનો રસ્તો અત્યંત બિસ્માર છે તેની પણ મરામત કરવી જરૂરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh