Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજસી ટોકના આરોપીઓએ મચાવ્યો તહેલકોઃ
જામનગર તા. ૧૦: દ્વારકા-પોરબંદર ધોરીમાર્ગ પર ગઈકાલે પોલીસના ચાલી રહેલા ચેકીંગમાં એક મોટર પોલીસ કર્મચારીઓ પર ચઢાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. ગુજસી ટોકના ગુન્હામાં જામીન પર છૂટ્યા પછી કોર્ટના હુકમનો અનાદાર કરી આ શખ્સો દ્વારકામાં આવ્યા હતા અને તેને પકડવા પોલીસ વોચમાં હતી ત્યારે આ બનાવ બન્યો હતો.
દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા માનસંગ ધાંધા સુમણીયા તથા રાયદે ટપુ કેર, મેરૂ વાલા માણેક સહિતના શખ્સો સામે ગુજસી ટોક કાયદા હેઠળ ગુન્હો નોંધાયો હતો. પોલીસે તે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેમાંથી કેટલાક આરોપીઓ જામીન પર છૂટ્યા હતા.
આ આરોપીઓને જામીન આપતી વખતે અદાલતે તે શખ્સોને સૌરાષ્ટ્રમાં ન પ્રવેશવા શરત મૂકી હતી અને તેના આધારે આરોપીઓની જામીન મુક્તિ થઈ હતી. તે પછી પણ માનસંગ, રાયદે, મેરૂ વાલા ઘણા દિવસથી દ્વારકામાં આવ્યા હોવાની તેમજ હાલમાં પોરબંદર તરફ જવાની તજવીજ કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી.
તે બાતમીના આધારે ગઈકાલે દ્વારકા-પોરબંદર માર્ગ પર હર્ષદ નજીક પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન દ્વારકા તરફથી દોડી આવતી સફેદ રંગની ક્રેટા મોટરને જોઈ પોલીસે ઉભી રાખવા ઈશારો કર્યાે હતો. તે પછી મોટરની સ્પીડ વધી હતી અને તેના ચાલકે રોડ પર મુકવામાં આવેલા પોલીસના બેરીકેડ તોડી નાખવા ઉપરાંત પોલીસ કર્મીઓ પર મોટર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યાે હતો. આ બનાવમાં હરદાસભાઈ ભીખાભાઈ ચાવડા નામના પોલીસ કર્મચારીને ઈજા થઈ છે. તેઓએ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવે ભારે ચકચાર પ્રસરાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial