Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં
જામનગર તા. ૧૦: રોજગાર અને તાલીમ વિભાગ - ગાંધીનગરના નિયંત્રણ હેઠળની જામનગર જિલ્લામાં આવેલ ધ્રોલની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ધોરણ-૧૦ પાસ ઉમેદવારો માટે મિકેનિક ડીઝલ, સુઈંગ ટેકનોલોજી, વેલ્ડર, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), ફિટર, એમએમવી, ટ્રેડની બેઠકો પર ઓનલાઈન ફોર્મ તા. ૩૦-૯-ર૦ર૪ સુધી ભરી શકાશે.
પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો આઈટીઆઈ ધ્રોલ ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી વેબસાઈટ આઈટીઆઈએડમીશન.ગુજરાત.ગર્વ.ઈન પરથી પ્રવેશ ફોર્મ ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે. તેમજ સાથે રૂ. પ૦ રજીસ્ટ્રેશન ફી ભરીને પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ વહેલા તે પહેલાના ધોરણે દૈનિક રોજેરોજના મેરીટ આધારિત ખાલી બેઠકો પર સંસ્થા ખાતેથી જ સાંજના ૪ થી ૬ કલાક દરમિયાન પ્રવેશ આપવામાં આવશે.
પ્રવેશ મળ્યે તમામ ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો સાથે તેમજ મહિલા, એસ.સી., એસ.ટી. અને ફીઝીકલ હેન્ડીકેપ તાલીમાર્થીઓને સીએમડીના રૂ. રપ૦ અને તે સિવાયના ઉમેદવારોએ સીએમડી અને સત્ર ફી સાથે રૂ. ૮પ૦ ફી સાથે પ્રવેશ માટે રૂબરૂ હાજર થવાનું રહેશે. વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધ્રોલની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial