Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે મહિના પહેલાં જામનગર રહેવા ચાલ્યા ગયેલા
જામનગર તા. ૧૦: જામનગર નજીકના નારણપર ગામમાં વસવાટ કરતા એક વાળંદ પ્રૌઢે ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. આ પ્રૌઢના પત્ની તથા બાળકો બે મહિના પહેલાં રહેવા માટે જામનગર ચાલ્યા ગયા પછી પરત નારણપર આવવા રાજી થતાં ન હોવાથી આ પ્રૌઢે ગળાફાંસો ખાઈ લીધાનું જાણવા મળ્યું છે.
જામનગર-સમાણા રોડ પર આવેલા નારણપર ગામમાં વસવાટ કરતા બાબુભાઈ નામના વાળંદ પ્રૌઢે ગઈરાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.
આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ બે મહિના પહેલાં બાબુભાઈના પત્ની તથા તેમના બાળકો બાબુભાઈને નારણપર ગામમાં એકલા મૂકી રહેવા માટે જામનગર ચાલ્યા ગયા હતા. તે પછી પત્ની, બાળકોને પરત આવી જવા બાબુભાઈ સમજાવટ કરતા હતા અને ગઈકાલે પણ તેઓ સમજાવટ માટે જામનગર આવ્યા હતા.
તેઓની સમજાવટ પછી પણ તેમના પત્ની અને બાળકો નારણપર પરત આવવા માટે રાજી ન થતાં ગઈકાલે બાબુભાઈ પરત આવ્યા હતા અને તેઓએ ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial