Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૩ સપ્ટેમ્બરને શુક્રવારે બપોરે
જામનગર તા. ૧૦: હાલારી વિશા ઓશવાળ સમાજ-જામનગરના નેજા હેઠળ તથા ટ્રસ્ટીઓ, હોદ્દેદારો તથા કારોબારી સભ્યો તરફથી જામનગર શહેર તેેમજ બાવન ગામમાં વસતા જ્ઞાતિજનોનું આનાફોળથી સંવત્સરી નાત જમણ તા. ૧૩-૦૯ને શુક્રવારે બપોરે ૧૧ થી ૨ વાગ્યા દરમિયાન ઓશવાળ સેન્ટર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
૫ર્યુષણમાં અઠ્ઠમ તેમજ તેના ઉપરની કોઈપણ તપસ્યા કરેલી હોય તેવા તપસ્વીઓના નામ તેમણે તા. ૧૧-૦૯ને બુધવાર સુધીમાં સાંજે ૫ થી ૯ દરમિયાન ભવ્ય સુમરિયાને મો. ૯૧૫૭૮ ૪૦૯૭૩ માં નોંધાવવાના રહેશે. આ જમણ સંપૂર્ણપણે બેસાડીને હોવાથી દરેક હાલારી વિશા ઓશવાળ સ્નાત્ર મંડળ તેમજ મહિલા મંડળ, ઓશવાળ સ્ટુડન્ટ યુનિયન અને દરેક ઘર દીઠ એક વ્યક્તિએ પીરસવાના કાર્યમાં સાથ-સહકાર આપવા તથા સમગ્ર જ્ઞાતિજનોને જમવા પધારવા મહેશ નથુભાઈ હરણીયા (સહમાનદ્ મંત્રી, હાલારી વિશા ઓશવાળ સમાજ-જામનગર)એ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial