Advertisement
Author: નોબત સમાચાર

ગુ.રા. શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી આંદોલનની ઘોષણા

બે વર્ષ પહેલા સરકારે જાહેરાત કરી દીધી, પણ અમલ નહીં થતા

ખંભાળિયા તા. ૧૦: ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, રાજ્યના વહીવટી કર્મચારી સંઘ, ઉ.મા.શિ. સંઘ, શિક્ષક સંઘ માધ્યમિક તથા રાજ્ય શાળા સંચાલક મંડળની સંયુક્ત સંસ્થા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નો અંગે તા. ૧૭-૯-ર૦ર૪ થી આંદોલન શરૂ કરવા જાહેરાત થઈ છે.

બે વર્ષ પહેલા રાજ્ય સરકારે પાંચ પ્રધાનોની કમિટી બનાવીને પડતર પ્રશ્નો અંગે તા. ૧-૪-ર૦૦પ પહેલા નોકરીમાં જોડાયેલા કર્મચારી શિક્ષકોને પેન્શનની જાહેરાત કરી હતી, પણ બે-બે વર્ષથી પરિપત્ર થયો નથી.

અન્ય પડતર પ્રશ્નો નિભાવ ગ્રાંટમાં મોંઘવારી મુજબ વધારો, નવા આચાર્યોને એક ઈજાફો, વર્ધિત પેન્શનવાળાને ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર, શિક્ષક આચાર્યની સળંગ નોકરી, શૈ., બિન શૈ.ની કાયમી ભરતી, ફાજલને ૧ર૦ દિવસમાં અન્ય શાળામાં સમાવવા વિગેરે મુદ્દાઓ અણઉકેલ હોય, તા. ૧૭/૯ થી ક્રમ આંદોલનની જાહેરાત થઈ છે.

તા. ૧૭/૯ ના શાળાઓના તમામ કર્મચારીઓ ઓપીએસનો લોગો લગાવી ફરજ બજાવી તમામ ઓનલાઈન કામગીરીને બહિષ્કાર કરશે તથા ઝોનવાઈઝ કર્મચારીઓ સત્યાગ્રહ છાવણીનો કાર્યક્રમ કરશે. જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ રહેશે તેમ અગ્રણી ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh