Advertisement
Author: નોબત સમાચાર

પશુઓને કૃત્રિમ બીજદાન માટે લેવાતી ત્રણસો રૂપિયાની તોતિંગ ફી ઘટાડીને રૂ. પ૦ કરાઈ

રાજ્ય સરકારની પશુપાલકોને રાહતઃ

 જામનગર તા. ૧૦: ગુજરાત પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા અવિરત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા વિવિધ નિર્ણયોના અનુક્રમને જાળવી રાખતા રાજ્ય સરકાર દ્વારા વધુ એક પશુપાલક હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે, તદ્નુસાર રાજ્ય સરકારની સંસ્થાઓ પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી રૂ.  ૩૦૦ થી ઘટાડીને રૂ.  પ૦ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પશુપાલન વ્યવસાયલક્ષી દરેક નવી ટેકનોલોજી ગુજરાતમાં ઝડપી સ્વીકૃત બને તેમજ પશુપાલકોને પણ નવી ટેકનોલોજી ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે ક્યારેય કચાશ રાખી નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા 'રાષ્ટ્રીય ગોકુલ મિશન' હેઠળ રાજ્ય સરકારના માર્ગદૃશન હેઠળ પાટણમાં 'સેક્સડ સીમેન લેબોરેટરી' કાર્યરત કરવામાં આવી છે. આ લેબમાં ઉત્પાદિત થતા સેક્સડ સીમેન ડોઝના ઉપયોગથી ૭૦ ટકાથી વધુ વાછરડી અથવા પાડીનો જન્મ થતા રાજ્યમાં પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બની રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, પાટણમાં સેક્સડ લેબોરેટરીમાં એક સેક્સડ સીમેન ડોઝના ઉત્પાદન માટેનો રાજ્ય સરકારનો પડતર ખર્ચ રૂ.  ૭૧૦ જેટલો છે. રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી તૈયાર થયેલા સીમેન ડોઝ પશુપાલકોને ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા એક ડોઝ માટે માત્ર રૂ.  ૩૦૦ ડી નિર્ધારિત કરવામાં આવી હતી. સેક્સડ સીમેન ટેકનોલોજીને રાજ્યના પશુપાલકો બહોળા પ્રમાણમાં અપનાવે તે માટે રાજ્ય સરકારે આ ફીમાં ધરખમ ઘટાડો કરીને માત્ર રૂ.  પ૦ ફી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી લાંબાગાળે પશુ દીઠ ઉત્પાદક્તામાં વધારો થશે.

ઉલ્લેખનિય છે કે, સેક્સડ સીમેન ડોઝથી મહત્તમ પ્રમાણમાં માદા બચ્ચાનો જન્મ થતો હોવાથી પશુપાલકને નર બચ્ચ્ના પાલન પોષણનો ખર્ચ ઘટે છે. આ સાથે જ પશુપાલકો પોતાની પાસે ઉપલબ્ધ ખાણ કે ઘાસચારાનો ઉપયોગ ફક્ત માદા પશુઓના ઉત્તમ પાલનપોષણ માટે કરીને દૂધ ઉત્પાદન તેમજ પોતાની આવકમાં વધારો કરી શકે છે. આ ઉપરાંત વધુ માદા બચ્ચાઓના જન્મ થવાથી પશુપાલકોને બહારથી નવા પશુઓ ખરીદવા પડતા નથી અને બહારથી ખરીદાતા પશુઓથી ફેલાતા રોગને અટકાવવામાં પણ મદદ મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh