Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લામાં હૃદયરોગનું પ્રમાણ વધતા ચિંતા પ્રસરીઃ
જામનગર તા. ૧૦: ખંભાળિયાના ભાતેલ ગામમાં રવિવારે રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યા પછી એક પ્રૌઢનું મૃત્યુ થયું છે. જ્યારે દ્વારકામાં હાથી ગેઈટ પાસે પોરબંદરના પ્રૌઢને શ્વાસ ઉપડ્યા પછી તેઓને હૃદયરોગનો હુમલો આવી ગયો છે. બંને અપમૃત્યુ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામમાં રહેતા પ્રાગજી કરણજી જાડેજા નામના અઠ્ઠાવન વર્ષના પ્રૌઢ રવિવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે.
દ્વારકા શહેરમાં હાથી ગેઈટ પાસે પાર્કિંગમાં રવિવારે રાત્રે પોરબંદરના ચંદ્રપ્રકાશ સહાની (ઉ.વ.૫૦) નામના પ્રૌઢને શ્વાસ ઉપડ્યો હતો. આ બીમારીથી પીડાતા ચંદ્રપ્રકાશને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આ પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. રમેશ રૂપાભાઈ અઘેરાએ પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial