Advertisement
Author: નોબત સમાચાર

ઉમરપાડામાં ૪ કલાકમાં ધોધમાર ૧૦ ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૮૦ તાલુકામાં મેઘવૃષ્ટિઃ

સુરત/અમદાવાદ તા. ૧૦: સુરતના ઉમર પાડામાં ૪ કલાકમાં ૧૦ ઈંચ વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે, જ્યારે રાજ્યમાં ર૪ કલાકમાં ૮૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. હાલાર અને ગુજરાત સહિત દેશના ઘણાં સ્થળે વરસાદની નવી આગાહી જાહેર થઈ છે.

સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ આવ્યો છે. ઉમરપાડામાં પડેલા વરસાદને લઈ આમલી ડેમમાં પાણીની આવક થઈ છે. તેમાં સુરત જિલ્લાના માંડવીમાં આવેલ આમલી ડેમ ભયજનક સપાટીએ છે. ડેમની કુલ સપાટી ૧૧પ.૮૦ મીટર, હાલ સપાટી ૧૧પ.૮૦ મીટરએ પહોંચી છે. આમલી ડેમમાં હાલ ૧૧,પ૬૦ ક્યુસેક પાણીની આવક છે. તેમાં ડેમના ૬ દરવાજા ખોલી ૧ર,૧ર૭ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નિચાણવાળા વિસ્તારના ડેમ પ્રભાવિત ર૭ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સુરત જિલ્લાના ઉમરપાડા, ઓલપાડ, તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાડા છ ઈંચ વરસાદથી ઉમરપાડામાં જળબંબાકાર થયું હતું. અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતાં. ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો છે. ઉમરપાડામાં સીઝનનો ૧૧૧.૩૬ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઓલપાડ તાલુકામાં સીઝનનો પ૪.૦૮ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ઉમરપાડામાં છેલ્લા એક કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી  રહ્યો છે. ધોધમાર વરસાદથી મુખ્ય બજાર જવાના રસ્તા પર પાણી ભરાયા હતાં. ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતાં.

રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૮૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં ૩.ર૬ ઈંચ અને નર્મદાના સાગબારામાં ૩.રર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ર૦ તાલુકામાં ૧ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય ૬૦ તાલુકામાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. આજે (૧૦ મી સપ્ટેમ્બર) દાહોદ, અરવલ્લી, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ૧૧મી સપ્ટેમ્બરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે.

બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનયું છે. આ ડીપ ડિપ્રેશન લગભગ ૧૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ઘણાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

ભારતીય હવામાન વિભાગએ આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિત ર૧ રાજ્યોમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઓડિશા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh