Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'પ્રતિબંધ' છતા લસણ ક્યાંથી આવે છે?
જામનગર તા. ૧૦: માર્કેટ યાર્ડમાં ચાઈનીસ લસણના મુદ્દે વેપારીઓ નારાજગી પ્રદર્શિત કરી રહ્યા છે. આજે હાપા માર્કેટ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખી વિરોધ પ્રદૃશન કરવામાં આવ્યું હતું.
ભારતમાં ચાઈનીસ લસણની આયાત ઉપર દાયકાઓથી પ્રતિબંધ છે. આમ છતાં તાજેતરમાં ગોંડલમાં ચાઈનીસ લસણની ચાર-પાંચ ગુણીની આવક થઈ હતી. આથી સૌરાષ્ટ્રના ખેડૂતો-વેપારીઓમાં વિરોધ ફેલાયો છે. સરકાર દ્વારા વિદેશથી થતા લસણની આયાત અટકાવે તેવી માંગણી ઊઠવા પામી છે. હાપા (જામનગર) માર્કેટ યાર્ડમાં આજે વેપારીઓએ રોષ પ્રગટ કરી લસણની હરાજી બંધ રાખી હતી, અને સૂત્રોચ્ચાર કરી લસણને ભારતમાં રોકવા માંગ કરી હતી.
ખેડૂતો, વેપારીઓ માંગ કરી રહ્યા છે કે સ્થાનિક ઉત્પાદકને પ્રોત્સાહન આપવામાં આવે, આ માટે સરકારે જરૂરી પગલાં લેવા જોઈએ. સરકારી અધિકારીઓએ પણ હાપા યાર્ડમાં મુલાકાત કરી જાણકારી મેળવી હતી. મળતી માહિતી મુજબ ભારતમાં ચાઈનીસ લસણ ઉપર પ્રતિબંધ છે, પરંતુ અન્ય દેશ મારફત ચાઈનીસ લસણનો જથ્થો ભારતમાં ઠાલવાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial