Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સિટી બસની સુવિધા-સેવાને વધુ લોકભોગ્ય બનાવવા સૂચનો

'થીંકીંગ-ટુ-ગેધર' સંસ્થા દ્વારા

જામનગર તા. ૧૦: જામનગર-શહેરમાં સિટી બસની સુવિધા-        સેવાને વધુ લોકભોગ્ય અને સુચારૂ સંચાલન માટે થીકીંગ ટુ ગેધર સંસ્થાના સંયોજક કિશોરભાઈ સોનીએ સૂચનો રજૂ કર્યા છે.

જામનગરના આગેવાનોએ નગરની સિટી બસમાં બેસનારાઓની સંખ્યા અને આવક વધે તેના ઉપાયો વિચારવા અને ખામીઓ શોધી તેને દૂર કરવા રજૂઆત છે. જો તેમ થશે તો સારૂ પરિણામ આવશે.

અમદાવાદમાં ઘણાં ધનવાનો મીટરથી વ્યાજબી ભાડાથી  ૩ વ્યક્તિને લઈ જતી રિક્ષામાં મુસાફરી કરવાના બદલે સિટી બસ પસંદ કરે છે, એટલું જ નહીં મોટરોવાળા, સ્કૂટરોવાળા ઘણાં સલામતીની ભાવનાથી પોતાના વાહનના બદલે સિટી બસમાં બેસે છે.

જામનગરમાં સિટી બસની સગવડ, ટાઈમટેબલ વિગેરે જણાવવા જેવી વિગત ખાનગી રહે છે. સિટી બસમાં ક્યાંથી ક્યાં જાય છે તે એસટીની માફક મોટા બોર્ડ વાંચી શકાય તેવા રાખવા જરૂરી છે. તે બોર્ડમાં એક બાજુ અપની વિગત તેની પાછળ ભાગે રિટર્નની વિગત હોય તો બોર્ડ પાછળનો ભાગ બદલી શકે. ઉપરાંત સિટી બસની સાઈડોમાં જાહેરાતોના બોર્ડો પહેલા બે બોર્ડો રાખવા જોઈએ. (૧) રૂટ નંબર, ઉપડવાનું સ્થળ, ક્યાં સુધી જશે, તેમાં આવતા સ્ટોપોનું નામ અને (ર) બીજા બોર્ડમાં સવારથી સાંજ સુધીમાં આ રૂટનું ટાઈમટેબલનું બોર્ડ રાખવું જોઈએ. આ ઉપરાંત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવાના બધા રૂટમાં બધા ટાઈમટેબલની માહિતી (૧) મહાનગરપાલિકા કચેરીમાં (ર) ટાઉનહોલ પાસે (૩) દરબારગઢ (૪) સાત રસ્તા (પ) ડીકેવી કોલેજ પાસે વાંચી શકાય તેવા બોર્ડ રાખવાની જરૂર છે.

નગરમાં બસ બદલીને બધા સ્થળોએ જઈ શકાય પણ આ વિગતની પેસેન્જરોને ખબર હોતી નથી. દા.ત. ખીમરાણાની બસમાં સગાને ત્યાં ગોરધનપર જવામાં સાત રસ્તાથી સિટી બસ બદલી નાઘેડીની બસમાં ગોરધનપર જઈ શકાય. બધા રૂટની બધી બસોના ટાઈમટેબલ અને અન્ય માહિતીની નાની પુસ્તિકા (૧) મનપા અથવા (ર) સેવા ભાવી સંસ્થા દ્વારા છપાવી રાહત દરે આપી શકે. ઓછી રકમ લેવાથી તે ગેરવલ્લે ન જાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh