Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના મીની તરણેતર ગણાતા શિરેશ્વર લોકમેળાની પૂર્ણાહૂતિ

સાતેક લાખ લોકોએ મેળાની મોજ માણી

ખંભાળિયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જ નહીં પણ સૌરાષ્ટ્રમાં મોટા ગણાતા ખંભાળિયાના શિરેશ્વર મહાદેવ લોકમેળાની ગઈકાલે પૂર્ણાહૂતિ થઈ હતી.

આ લોકમેળામાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટતા સાતા આઠ લાખ લોકોએ મેળાનો લાભ ચાર દિવસમાં લીધો હતો. ચોથી પાંચમીના તો કીડીયારું ઉભરાય તેમ ખંભાળિયા જ નહીં પણ આસપાસના તાલુકાના ગામોમાંથી પણ લોકો ઉમટી પડ્યા હતા.

ખંભાળિયા પી.આઈ. સરવૈયા તથા સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખીને સતત સી.સી.ટીવી દ્વારા મોનિટરિંગ કરવા સાથે મેળામાં પ્રવેશ થતાં તમામ રસ્તાઓ જ્યાંથી શરૂ થઈ જાય ત્યાંથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બહારના પોલીસ સ્ટેશનથી પણ સ્ટાફ બોલાવાયો હતો. મેળામાં સીસીટીવી સામે કન્ટ્રોલ રૂમ તથા ટ્રાફિક જામ થાય તે માટેની વ્યવસ્થા ગોઠવાઈ હતી.

જોકે, મેળામાં પણ ૫૦ રૂપિયા ભાવબાંધણું છતાં. ૮૦-૧૦૦ લેવાતા ફરિયાદો ચકડોળવાળા બે-ત્રણ રાઉન્ડમાં પૂરું કરે, સામે ૧૨ વાગ્યા સુધી મંજૂરી છતાં સવારે ચાર વગ્યા સુધી મેળો ચાલુ રહ્યો, મેળામાં વીજવાયર સળગવો, કાર સળગવી, જેવી અનેક ઘટનાઓ વચ્ચે કોઈ મોટી અનિચ્છનીય ઘટના વગર એસઓપીમાં ક્યાંક આંખ આડા કાનની સ્થિતિમાં પણ મેળો શાંતિથી પૂર્ણ થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh