Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફોર્ટી પ્લસ ક્લબ અને સિનિયર સિટીઝન કાઉન્સિલના સહયોગથી
જામનગર તા. ૧૦: ફોર્ટી પ્લસ અને સિનિયર સિટીઝન કાઉન્સિલ ઓફ જામનગરના સહયોગથી પવિત્ર શ્રાવણ માસમાં ટિફિન-ભોજન વિતરણ કાર્યક્રમ જામનગરમાં યોજવામાં આવ્યો હતો. મોંઘવારીના સમયમાં જે લોકો માગી શકતા નથી અને ખાય પણ શકતા નથી એવા મધ્ય વર્ગિય લોકો અને જરૂરિયાતમંદ દર્દીઓને અન્નદાનના હેતુથી ટિફિન-ભોજન આપવામાં આવ્યું હતું. ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર દ્વારા દાળ-ભાત-શાક અને રોટલી (ટિફિનમાં) મરજિયાત રીતે પાંચ કે દસ રૂપિયા લઈને આપવામાં આવે છે. જેમાં મીઠાઈમાં મીઠી બુંદી, ફરસાણમાં ગાંઠિયા તેમજ છાસનું પેકટ ઉમેરીને કુલ ૮૦૦ ટિફિનનું વિતરણ ધન્વન્તરિ ગ્રાઉન્ડ સામે આવેલ ગંગામાતા ટ્રસ્ટ (જામનગર) માં કરવામાં આવ્યું હતું. વળી ર૧૩પ ટિફિનનું નિઃશુલ્ક વિતરણ થાય તે હેતુથી ર૧૩,૩પ૧ નું રોકડ દાન પણ ગંગામાતા ટ્રસ્ટને આપવામાં આવ્યું હતું.
જેમાં પ્રમુખ ઉરેશભાઈ મણિયાર, મંત્રી સુરેશભાઈ જોષી, સહમંત્રી ભરતભાઈ આશા, વિનુભાઈ પરમાર, હરેશભાઈ રાબડિયા (જય કેબલ), હાજી નુરૂદ્દિનભાઈ ગાંધી (બદરી કોર્પોરેશન), જાફરભાઈ ધનગોટ (એમ.ઈ.એસ.), હરેશભાઈ ઠકરાર (કિરીટ ફરસાણ), ધીરૂભાઈ મહેતા (સ્વદેશી), દેવેન્દ્રસિંહ જાડેજા, કેતનભાઈ શાહ, ધીરેન્દ્ર મહેતા, ઓનલી એ.કે. મહેતા, હરેશભાઈ રાઠી, નરેન્દ્રભાઈ મણિયાર, ભાસ્કરભાઈ જોષી, નરેન્દ્રભાઈ દવે, વિઠ્ઠલભાઈ ધોળકિયા, દિનકરભાઈ શુક્લ, ગિરીશભાઈ ઓઝા, બીનાબેન શનિશ્વરા, હીરીબેન ગોઢાણિયા, ગીતાબેન ભટ્ટ, મીનાબેન દવે, ક્રિષ્નાબેન જોષી, જયશ્રીબેન મણિયાર, શશીબેન ઉદેશી વિગેરેએ પોતાના હસ્તે હર્ષભેર ટિફિન ભોજનનું વિતરણ કર્યું હતું તેમ સિનિયર સિટીઝન કાઉન્સિલના મંત્રી સુરેશભાઈ જોષીએ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial