Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાચની બરણીમાં રાખેલા દાગીના, રોકડ ચોરાઈ ગયાઃ
જામનગર તા. ૧૦: ખંભાળિયાના કોલવા ગામમાં રહેતા એક પરિવારના આઠ દિવસ માટે બંધ પડેલા મકાનમાં તસ્કર ખાબક્યા છે. સાવચેતીના પગલાંરૂપે આ પરિવાર રોકડ તથા દાગીના કાચની બરણીમાં રાખીને ગયા હતા તેમ છતાં તેની ચોરી થઈ છે. રૂ. ર લાખ ૨૦ હજાર રોકડા મળી કુલ રૂ. ૫ લાખ ૧૦ હજારની મત્તા ગઈ છે.
ખંભાળિયા તાલુકાના કોલવા ગામમાં રહેતા નગાભાઈ રણમલભાઈ નંદાણીયા નામના ખેડૂતના મકાનમાં ગઈ તા.૩૧ની સવારથી તા.૮ની સવાર સુધીમાં ચોરી થઈ છે.
તે મકાનનું તાળું કોઈ શખ્સે નકલી ચાવીથી ખોલી નાખી આઠેક દિવસ સુધી બંધ પડેલા તે મકાનમાં ઘૂસી જઈ એક ઓરડામાં રાખવામાં આવેલી બરણીમાંથી સાડા ત્રણ તોલા સોનાનું મંગળસૂત્ર, સોનાનો બે તોલાનો પેંડલ સેટ તથા ત્રણ ગ્રામ વજનની સોનાની વીટી અને રૂ. ૨ લાખ ૨૦ હજાર રોકડા તફડાવ્યા હતા.
ગયા રવિવારે સવારે ઘરે આવેલા નગાભાઈને ચોરીની જાણ થઈ હતી. તેઓએ ગઈકાલે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કુલ રૂ. ૫ લાખ ૧૦ હજારની મત્તા ચોરી જવા અંગે પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial