Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક રહીશની મ્યુનિ. કમિશનરને રજૂઆતઃ
જામનગર તા. ૧૦: જામનગરના રણજીતસાગર રોડ, પટેલ પાર્ક, વૃન્દાવન સોસાયટી પાસે પાણી ભરાઈ જવાની સમસ્યાથી રહેવાસીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેનું નિરાકરણ લાવવું જોઈએ.
આ વિસ્તારના રહીશ ગોપાલ એમ. ચૌહાણએ મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરી છે કે, વૃન્દાવન સોસાયટી, પટેલ પાર્કમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે. આ પાણીનો નિકાલ થતો નથી. આ સમસ્યા કુદરતી છે કે માનવ સર્જીત? આ વિસ્તારમાં સીસી રોડ બનાવવામાં આવતો નથી. આ અંગે અગાઉ સ્થાનિક કોર્પોરેટર અને હાલના મેયર વિનોદ ખીમસૂર્યા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનું પણ નિરાકરણ આવ્યું નથી.
પાણી ભરાવવાની સમસ્યા માટે કોણ જવાબદાર છે અને તેની સામે શું પગલા લેવાયા?
ગત્ તા. ૩૦-૮-ર૦ર૪ ના આ શેરીમાંથી કાંકરી, મોરમ, કપચી ઉપાડીને કાલીન્દી સ્કૂલના ગેઈટ પાસે નાખવામાં આવ્યા હતાં. સ્થાનિક રહીશોએ આ કામગીરી અટકાવીને કોર્પોરેટર પાર્થભાઈને બોલાવાયા હતાં. તેમણે કહ્યું હતું કે, સાંજ સુધીમાં બીજી ગાડી આવશે અને કાંકરી, મોરમ પાથરી આપશે, પરંતુ કાંઈ જ કામ થયું નથી.
ગત્ તા. ર-૯-ર૦ર૪ ના નિલકંઠ આરોગ્ય કેન્દ્રમાંથી દવા છંટકાવ માટે ટીમ આવી હતી. તેમણે પણ પહેલા સ્કૂલના સેલરમાં કામગીરી કરી હતી. સામાન્ય લોકોની સેવાના બદલે ખાનગી મિલકતમાં શા માટે મહાનગરપાલિકા સેવા આપે છે?
દર વર્ષે જળહોનારત થતી હોય તો તેમાંથી બોધપાઠ લેવો જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ. શું સ્કૂલની કંપાઉન્ડ વોલના કારણે પાણી ભરાય છે? જે હોય તે આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial