Advertisement
Author: નોબત સમાચાર

અજમેરના સરથાણામાં રેલવે ટ્રેક પર સિમેન્ટના બે પથ્થરો મૂકી માલગાડી ઉથલાવવાનો પ્રયાસ

કાનપુર પછી હવે ટ્રેન ઉથલાવવાનું બીજુ ષડ્યંત્રઃ

અજમેર તા. ૧૦: કાનુપર પછી અજમેરમાં પણ ગુડ્સ ટ્રેનને ઉથલાવવાનું ષડ્યંત્ર ઝડપાયું છે. સરથાણા રેલવે ટ્રેક પર સિમેન્ટના પથ્થરો મળી આવ્યા પછી એફઆઈઆર નોંધાઈ છે. અહીં રેલવે ટ્રેક પર લગભગ ૭૦ કિલો વજનના સિમેન્ટના બે પથ્થરો મૂકવામાં આવ્યા હતાં.

ઉત્તરપ્રદેશના કાનપુર પછી હવે રાજસ્થાનમાં પણ માલગાડીને પલટી મારવાના કાવતરાનો મામલો સામે આવ્યો છે. અજમેરના સરથાણામાં રેલવે ટ્રેક પર સિમેન્ટના બે બ્લોક નાખીને માલગાડીને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

આ પહેલા કાનપુરમાં કાલિન્દી એક્સપ્રેસને પલટી મારવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે એલપીજી સિલિન્ડર રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યા હતાં. રેલવે લાઈન પાસે પેટ્રોલ અને ગનપાઉડર પણ મળી આવ્યા હતાં.

અજમેરના માંગલિયા-વાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા ડીએફસીસી ટ્રેક પર રવિવારે મોડી રાત્રે અજાણ્યા બદમાશોએ લગભગ ૭૦ કિલો વજનના સિમેન્ટ બ્લોક્સ મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.

સદ્નસીબે ટ્રેન સિમેન્ટના બ્લોક તોડીને આગળ પસાર થઈ હતી અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આ અંગે ડીએફસીસી કર્મચારી રવિ અને વિશ્વજીતે માંગલિયાવાસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. બન્ને કર્મચારીઓએ પોલીસને જણાવ્યું કે, ૮ સપ્ટેમ્બરે રાત્રે લગભગ ૧૦-૩૦ વાગ્યે રેલવે ટ્રેક પર સિમેન્ટ બ્લોક નાખવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી, જ્યારે મેકેની શોધ કરવામાં આવી ત્યારે પથ્થર તૂટીને પડ્યો હતો.

આ ઉપરાંત કેટલાક અંતરે અન્ય એક બ્લોક તૂટેલા જોવા મળ્યા હતાં. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ પહેલા કાનપુરમાં કાલિન્દી એક્સપ્રેસ ટ્રેનને ઊડાવી દેવાનું ષડ્યંત્ર સામે આવ્યું હતું. અહીં રેલવે ટ્રેક પર એલપીજી ગેસથી ભરેલો સિલિન્ડર રાખવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેન અથડાઈ હતી અને ત્યારપછી જોરદાર અવાજ આવ્યો હતો. એટલું જ નહીં, સ્થળ પરથી પેટ્રોલ ભરેલી બોટલ અને ગનપાઉડર સાથે માંચીસની લાકડીઓ પણ મળી આવી હતી. તે પછી આ ઘટનાની આતંકવાદી ષડ્યંત્રના એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh