Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રના નાગપુરના આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની સજા

ચેકની રકમ મુજબનો ફટકારાયો દંડઃ

જામનગર તા. ૧૦: જામનગરના એક વેપારી પાસેથી બ્રાસપાર્ટના માલની ખરીદી કરનાર નાગપુરના વેપારીએ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા અદાલતમાં ધા નાખવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબ દંડ ફટકારાયો છે.

જામનગરમાં જીઆઈડીસી દરેડ ફેસ-૨માં માધવ ટર્નોમેટીક્સ નામની બ્રાસપાર્ટની પેેઢી ચલાવતા પાર્થ દિનેશભાઈ લાહોટીએ નાગપુરની વિદર્ભ ગેસ પ્રા.લિ.ને માલ વેચાણથી આપ્યો હતો. તે માલની રકમ પૈકી રૂ. ૨,૦૯,૯૯૧નો ચેક પેેઢીના ડાયરેક્ટર રાજુ જૈને માધવ ટર્નામેટીક્સને આપ્યો હતો. તે ચેક અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે બેંકમાંથી પરત ફર્યાે હતો.

નગરના વેપારીએ પાર્થ લહોટીએ વિદર્ભ ગેસ પ્રા.લિ. અને તેના ડાયરેક્ટર રાજુ જૈનને નોટીસ પાઠવી હતી. ત્યારપછી પણ રકમ ન ચૂકવાતા કંપની અને ડાયરેક્ટર સામે જામનગર કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે હતો  દંડ ભરપાઈ ન કરે તો વધુ બે મહિનાની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ વિરલ રાચ્છ, સોહિલ બેલીમ, હર્ષિલ રાબડીયા, વાશ્વિ શેઠ, સલમાન શેખ, પ્રાંજલ શાહ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh