Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખની રજૂઆતઃ
જામનગર તા. ૧૦: જામનગર જિલ્લાના લાલપુર તાલુકા પંચાયતના સત્તાધારી ભાજપના મહિલ્લા ઉપપ્રમુખે રાજ્યના કૃષિમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી લાલપુર તાલુકામાં અતિવૃષ્ટિથી થયેલ નુક્સાન સામે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવા રજૂઆત કરી છે.
લાલપુર તાલુકામાં ઓગસ્ટ મહિનામાં ૩૦ થી ૩પ ઈંચ જેવો ભારે વરસાદ પડતા અને ભારે પવનના કારણે ખેડૂતોના પાકને ખૂબ જ નુક્સાન થયું છે. લાલપુર તાલુકાના તમામ ગામના સરપંચોએ તા.પં. ઉપપ્રમુખ સમક્ષ રાહત-બચાવ માટે રજૂઆત કરી હતી. જે સંઘર્ષમાં લાલપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ જીવીબેન નંદાણિયાએ રજૂઆત કરી છે.
સરકારે નુક્સાની અંગે સર્વે કરવાની જાહેરાત કરી છે, પણ સર્વેની કામગીરીમાં ઘણો સમય લાગે છે, તેથી ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. લાલપુરમાં સરેરાશ વરસાદના આંકડા પ્રમાણે આ વર્ષે ૧૭પ થી ૧૮૦ ટકા જેવો વરસાદ પડ્યો છે.
ખેડૂતોના પાકની નુક્સાની અંગે સર્વેની કામગીરી બંધ કરી સરકારે સત્વરે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની અને ખેડૂતોને તે સહાય ઝડપથી મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial