Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આસામી પાસેથી પડાવી લીધા હતા રૂ. ૬૦ લાખઃ
જામનગર તા. ૧૦: જામનગરના એક આસામીને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શેર અપાવી દેવાની લાલચ બતાવી રાજકોટના એક શખ્સે રૂ. ૬૦ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. તેની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં થયા પછી પોલીસે આ શખ્સને રાજકોટમાંથી પકડી પાડ્યો છે.
જામનગર જિલ્લામાં વસવાટ કરતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા એક આસામીને વોટ્સએપ પર થોડા સમય પહેલાં મેસેજ આવ્યો હતો જેમાં શેરખાન મેક્સ ટ્રેડીંગ કંપનીના શેરમાં રોકાણ કરવા અને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શેર અપાવી દેવા લાલચ આપવામાં આવી હતી.
ત્યારપછી આ આસામીએ રસ દાખવતા તેમના મોબાઈલમાં મેક્સ ટ્રેડીંગ કંપનીની બનાવટી એપ ઈન્સ્ટોલ કરાવવામાં આવી હતી અને જુદા જુદા બેંક એકાઉન્ટમાં રૂ. ૬૦ લાખ ૩૬ હજાર ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. આ બાબતની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
જામનગર સાયબર ક્રાઈમના પીઆઈ આઈ.એ. ધાસુરા તથા ટીમના પ્રણવ વસરા, ભગીરથસિંહ જાડેજા, દર્ષિત સીસોદીયા, વિક્કી ઝાલાએ ટેકનિકલ એનાલિસિસ કર્યા પછી આ ગુન્હામાં રાજકોટના મોટા મૌવામાં રહેતા અમિત કિશોરભાઈ ખખ્ખર નામના શખ્સની અટકાયત કરી છે. આ શખ્સ વોટ્સએપ પર મેસેજ કર્યા પછી બનાવટી એપ મારફત રોકાણ કરાવતો હતો અને ઓછા ભાવે શેર અપાવી દેવાનું કહી શરૂઆતમાં નાની રકમના રોકાણ સામે વધુ પ્રોફીટ બતાવી વિશ્વાસ કેળવ્યા પછી મોટી રકમના રોકાણનું પ્રલોભન આપી તે રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરતો હતો. સાયબર ક્રાઈમે તેની પૂછપરછ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial