Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં યોજાશે 'સાગર ખેડૂ સાયકલ રેલી'

૧પ થી ૩પ વર્ષના યુવાઓને અરજી કરવા તાકીદ

જામનગર તા. ૧૦: કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા પ્રતિ વર્ષ સાગર ખેડૂ સાયકલ રેલીનું આયોજન હાથ ધરવામાં આવે છે. ચાલુ વર્ષે નવેમ્બર માસમાં જામનગર, આણંદ અને વલસાડમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. જે અન્વયે રાજયના રસ ધરાવતા યુવાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

અરજી કરનાર યુવક કે યુવતી તા. ૩૧-૧ર-ર૪ ના ૧પ થી ૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ જે તે જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીથી અરજી ફોર્મ મેળવીને તમામ વિગતો સાથેની પોતાની અરજી જમા કરાવવાની રહેશે. આ સાયકલ રેલીમાં એક વ્યક્તિ એક જ જિલ્લામાં ભાગ લઈ શકશે. એક કરતા વધુ જિલ્લા માટે કરવામાં આવેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. અરજદારે પોતાની અરજી તા. ૩૧-૮-ર૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાં મોકલી આપવાની રહેશે.

કાર્યક્રમ દરમ્યાન નિવાસ, ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી. પસંદ થયેલ ઉમેદવારોને તેઓની પસંદગી અને જિલ્લા વિકાસ અધિકારી, જામનગર, આણંદ, વલસાડ મારફત ટેલિફોનિક જાણ કરવામાં આવશે. આ માટે કોઈ પત્ર વ્યવહાર કે વાદ-વિવાદ કરી શકાશે નહીં.

અરજદારે અરજી સાથે સામેલ કરવાની વિગતો જેમાં પૂરૃં નામ, સરનામું (આધાર કાર્ડ, રાજ્ય, કેન્દ્ર સરકાર, શાળા, કોલેજ દ્વારા અપાયેલા ફોટા સાથેના ઓળખકાર્ડની પ્રમાણીત નકલ તથા રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ-લાઈટબીલ-ગેસબીલ-ટેલિફોન બીલનો પ્રમાણીત નકલ સામેલ કરવી, જન્મ તારીખ (જન્મ તારીખના પ્રમાણપત્ર, શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ બિનચૂક સામેલ કરવી), શૈક્ષણિક લાયકાત, વ્યવસાય અંગેની માહિતી, પર્વતારોહણ, એનસીસી, એનએસએસ કે રકાઉટ ગાઈડ, હોમગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમત-ગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, વાલીનું સહમતી  પત્ર, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સહિતની અરજી કરવા જણાવવામાં આવે છે. ભાગ લેવા ઈચ્છતા યુવાઓએ અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં. ૪ર, રાજપાર્ક પાસે જામનગર ૩૬૧૦૦૧માં મોકલવાની રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ. પઠાણની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh