Advertisement
Author: નોબત સમાચાર

મોખાણા પાસે નાગમતી નદી પરનો પૂલ ક્ષતિગ્રસ્તઃ લોકોને પરેશાની

જામનગર તા. ૧૦: જામનગર તાલુકાના મોવાણા ગામ પાસે નાગમતી નદી પર ચાર મહિના પહેલાં જ અંદાજે સાડાચાર કરોડના ખર્ચે બનાવેલો પૂલ ક્ષતિગ્રસ્ત થયો છે.

મોખાણા ગામના અને જિલ્લા પંચાયત સભ્ય પ્રભાતભાઈ જાટીયાએ મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ પૂલ ઉપર આડી તથા ઉભી તિરાડો પડી ગઈ છે. જેથી આ પૂલ પરથી ગામના લોકો માટે અવરજવર તથા વાહનવ્યવહાર માટે પૂલ ખૂબ જ જોખમી બની ગયો છે. આ પૂલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી દહેશત છે.

આ પૂલના કામનું નિરીક્ષણ કરનારા અને જવાબદાર ઈજનેરો તેમજ કોન્ટ્રાક્ટરના કામની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. પૂલનું કામ ખૂબ નબળું થયું હોય, ભ્રષ્ટાચારની શંકા છે.

આ પૂલને મજબુત કરવા અને રીપેર કરવા તેમણે માંગણી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh