Advertisement
Author: નોબત સમાચાર

નગરના એડવોકેટની હત્યાના કેસમાં ખાસ સરકારી વકીલની કરાઈ નિયુક્તિ

બેડી વિસ્તારમાં છ મહિના પહેલાં થઈ હતી હત્યાઃ

જામનગર તા. ૧૦: જામનગરના બેડી વિસ્તારમાં છએક મહિના પહેલાં એક એડવોકેટની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. તે કેસમાં રાજ્યના કાયદા વિભાગે ખાસ પબ્લિક પ્રોસીક્યુટરની નિયુક્તિ કરી છે. આ એડવોકેટે સંખ્યાબંધ ચકચારી કેસોમાં આરોપીઓને સજા અપાવી છે.

જામનગરના બેડી વિસ્તાર પાસે આવેલી વાછાણી મીલ નજીકથી ગઈ તા.૧૩ માર્ચની સાંજે બાઈક પર જઈ રહેલા એડવોકેટ હારૂન પલેજા પર બશીર સાયચા, સિકંદર સાયચા, દિલાવર કકલ, રઝાક સોપારી, સુલેમાન કકલ, રમઝાન સાયચા, ઈમરાન સાયચા, એજાઝ સાયચા, ગુલામ સાયચા, મહેબુબ સાયચા, ઉમર ચમડીયા, શબ્બીર ચમડીયા, અસગર સાયચા નામના ૧૩ શખ્સ દ્વારા પથ્થરમારો કરાયો હતો. તે પછી બાઈક પરથી પડી ગયેલા હારૂનભાઈ પર ઉપરોક્ત શખ્સોએ તિક્ષણ હથિયારો વડે હુમલો કરી તેઓને ગંભીર ઈજા પહોંચાડી હતી. સારવારમાં ખસેડાયેલા હારૂનભાઈનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે તેમના ભત્રીજા અને બેડી વિસ્તારના નગરસેવક નુરમામદ પલેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ કુખ્યાત સાયચા ગેંગના શખ્સ સામે એક શિક્ષિકાને આત્મ હત્યા માટે દુષ્પ્રેરણા આપવાના નોંધાયેલા ગુન્હામાં તેમના કાકા હારૂનભાઈ ફરિયાદી તરફથી કેસ લડતા હોવાથી ગિન્નાયેલા આ શખ્સોએ હારૂનભાઈની હત્યા નિપજાવી છે.

ઉપરોક્ત કેસની તપાસ માટે એસપી પ્રેમસુખ ડેલુએ ખાસ ટીમની રચના કરી હતી. તેના પીઆઈ એન.એ. ચાવડાએ આરોપીઓની ધરપકડ કરી શરૂ હતી અને આરોપીઓ સામે ચાર્જશીટ કર્યું હતું. તે પછી સરકારના કાયદા વિભાગે આ કેસમાં સિનિયર એડવોકેટ અને બાહોશ, પ્રામાણિક, અભ્યાસુ તેમજ તલસ્પર્શી દલીલો કરી આરોપીઓને સજા અપાવવા માટે નામાંકિત બનેલા રાજકોટના એડવોકેટ અનિલભાઈ દેસાઈની ખાસ પીપી તરીકે આ કેસમાં નિયુક્તિ કરવામાં આવી છે. તેઓએ સૌરાષ્ટ્ર-કચ્છમાં સંખ્યાબંધ ચકચારી કેસોમાં સ્પેશિયલ પીપી તરીકે ફરજ બજાવવા ઉપરાંત આરોપીઓને ઘટતા ફેજે પહોંચાડી નામના પ્રાપ્ત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh